પ્રજાસત્તાક દિનને પગલે લેવામાં આવ્યો નિર્ણય:પેસેન્જરો માટે વિઝિટર એન્ટ્રી પાસ સુવિધા બંધ

0
154

અમદાવાદ,તા;22 અમદાવાદ એરપોર્ટ પર 30 જાન્યુઆરી સુધી વિઝિટર પાસ બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી પ્રજાસત્તાક દિનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા કારણોથી 30 જાન્યુઆરી સુધી પેસેન્જરો માટે વિઝિટર એન્ટ્રી પાસ સુવિધા બંધ કરી દેવામાં આવી છે.પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે તેમ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુસાફરોની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને સલામતી બંદોબસ્ત વધારે જડબેસલાક બનાવી દેવામાં આવ્યો છે.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા કારણોથી 30 જાન્યુઆરી સુધી પેસેન્જરો માટે વિઝિટર એન્ટ્રી પાસ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. પેસેન્જરોને મુકવા કે લેવા એરપોર્ટ આવતા સગા સંબંધીઓ હવે ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ કરી શક્શે નહી. તમને જણાવી દઇએ કે, 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે અમદાવાદ સહિત તમામ એરપોર્ટ પર સુરક્ષાને પગલે વિઝિટર પાસની સુવિધા બંધ કરી દેવામાં આવે છે.

મુસાફરોને લેવા-મૂકવા આવતા સગાસબંધીઓ માટે એરપોર્ટ ઓથોરિટીએ આ વ્યવસ્થા રાખી છે. પરંતુ 26 જાન્યુ.ના દિવસે એરપોર્ટ હાઇએલર્ટ પર હોવાથી ઓથોરિટી અગમચેતીના ભાગરૂપે 20મીથી વિઝિટર એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે.આ અંગે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે,’સામાન્ય રીતે મુલાકાતીઓ વિઝિટર્સ પાસની નિર્ધારીત ફી ચૂકવીને ટર્મિનલની અંદર સુધી જઇ શકે છે. પરંતુ 26 જાન્યુઆરી નજીક આવતી હોવાથી મુલાકાતીઓને આ રીતે પાસ આપીને અંદર સુધી જઇ શકવાનો પ્રવેશ બંધ કરાયો છે. મુલાકાતી એરપોર્ટમાં તો આવી શકશે પરંતુ ટર્મિનલ બિલ્ડિંગની અંદર જઇ શકશે નહીં.