પ્રજા સૈનિકની જેમ પીએમ નરેન્દ્ર મોદીને પોતાના કમાન્ડર સમજે : પી ચિદમ્બરમ

0
85

નવીદિલ્હી
તા. 26
કોરોના વાયરસથી થતા સંક્રમણને રોકવા માટેની જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ૨૧મી મધરાતથી લોકડાઉન કરવાના આદેશ આપ્યા છે. કોરોના વિદ્ધની લડાઈને લઈને કેન્દ્ર સરકાર તેમજ પીએમ સામે વિપક્ષ કોંગ્રેસના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના વરિ નેતા પી ચિદમ્બરમે તેમની પ્રશંસા કરી છે. ચિદમ્બરમે દેશવાસીઓને અપીલ પણ કરી છે કે આ મુશ્કેલ સમયમાં તેઓ વડાપ્રધાનને પોતાના કમાંડર સમજે અને પ્રજા સૈનિકની જેમ તેમની વાત માને તેમજ તેનું પાલન કરે. આ મુશ્કેલ સમયમાં ગરીબો, ખેડૂતો અને મજૂરોના બેન્ક ખાતામાં રોકડ જમા કરવા માટે ચિદમ્બરમે ૧૦ મુદ્દાની યોજના પણ સુચવી છે. આ ઉપરાંત ૧ એપ્રિલથી ૩૦ જૂન સુધી આવશ્યક ચીજવસ્તુઓ અને સેવા પરના જીએસટી દરમાં પાંચ ટકાનો ઘટાડો કરવાની માંગ કરી છે.

ચિદમ્બરમે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત એક ઐતિહાસિક પગલું છે. કોવિડ-૧૯ સામેની જંગમાં આ મહત્વનો નિર્ણય છે. ૨૪ માર્ચ પૂર્વેની લડાઈને બાજુ પર મુકીને આપણે લોકડાઉનને એક નવી શઆત તરીકે જોવી જોઈએ. આ લડાઈમાં પીએમ મોદી કમાંડર છે અને પ્રજા સૈનિક છે.

આવા સમયમાં પીએમ, કેન્દ્ર અને રાય સરકારોએ સમગ્ર સમર્થન આપવું જોઈએ અને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. જો કે ચિદમ્બરમે સ્પષ્ટ્રતા કરી હતી કે આ તેમના વ્યકિતગત વિચાર છે અ પાર્ટી સાથે તેને કઈં લેવા દેવા નથી. કેન્દ્ર સરકારને પોતાના સુચનોમાં પી ચિદમ્બરમે લોકોને ભથ્થા અને નોકરીઓ સુરક્ષિત રાખવા અનુરોધ કર્યેા હતો. વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અપાતી નાણાકીય મદદને છ હજારથી વધારીને ૧૨ હજાર પિયા કરવી જોઈએ. આ રકમ તાત્કાલિક લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવી જોઈએ. આ ઉપરાંત ભાગમાં ખેતી કરતા ખેડૂતોને પણ લાભ આપવાની ભલામણ કરી છે.