ફિલ્મી પાત્રને ન્યાય આપવા માટે ગાળો બોલતા શીખી શ્રદ્ધા કપૂર

0
364

તા. 05
મુંબઈ
શ્રદ્ધા કપૂર હાલ પોતાની આવનારી ફિલ્મ ‘બાગી ૩’નું હાલ પ્રમોશન કરી રહી છે. ટાઇગર શ્રોફ સાથેની આ ફિલ્મમાં તે એક બિનધાસ્ત યુવતીનું પાત્ર ભજવી રહી છે. સામાન્ય રીતે ફિલ્મના પાત્રને ન્યાય આપવા માટે દરેક કલાકારને આગવી તૈયારી કરવી પડતી હોય છે.

શ્રદ્ધાએ ‘બાગી ૩’ માટે એક વિશેષ તૈયારી કરી છે. તેણે કહ્યુ ંહતુ ંકે, ”બાગી ૩’માં મારું એક બિનધાસ્ત યુવતીનું પાત્ર છે. જે સતત ગાળો બોલતી હોય છે. જોકે શરૂઆતમાં મને ગાળો બોલવાની ફાવટ આવતી નહોતી. આ પછી તેને ફિલ્મના લેખક ફરહાદ સામજીએ કઇ રીતે ગાળો બોલવી તે શીખવ્યું હતું.

શ્રદ્ધા ફિલ્મના આ પાત્રને ભારમુક્ત માણી રહી છે. બહુ જ એક હળવુફુલ પાત્ર છે. તે આ ફિલ્મમાં સિયા નામની યુવતીનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મની વાર્તા ફરહાદ સામજીની છે, અને દિગ્દર્શક અહમદ ખાન છે.