ફિલ્મ 83 માં ઓછી સ્ક્રીન મળી તો પણ તેમાં કામ કેમ કર્યું? જાણો આ વિષે દીપિકાએ આપ્યો આ જવાબ…..

0
64

જો એમ કહેવામાં આવે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી ઇન્ડસ્ટ્રીની સૌથી શક્તિશાળી કપલ છે, તો આમાં કંઈપણ ખોટું નહીં હોય. જ્યારે બંને એક તરફ વ્યાવસાયિક ધોરણે અને એક તરફ લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે.રણવીર અને દીપિકાની આ ફિલ્મ 83 રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સંઘર્ષ અને સફળતા પાર આધારિત છે. 83 ફિલ્મમાં રણવીર કપિલ દેવની ભૂમિકા નિભાવી છે, જ્યારે દીપિકાએ કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે, દીપિકાના પાત્રને ફિલ્મમાં સ્ક્રીનની જગ્યા ઓછી મળી છે. આ અંગે અભિનેત્રીની પ્રતિક્રિયા આવી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અભિનેત્રીએ કહ્યું કે- ના, આ ફિલ્મમાં મારી ભૂમિકા બહુ મોટી નથી. પરંતુ મેં આ ફિલ્મમાં કામ કર્યું કારણ કે મેં જોયું છે કે મારા મમ્મી પપ્પા સાથે કેવા પ્રકારનું બંધન વહેંચાયેલું છે અને મારા પિતાની સફળતામાં મારી માતાનો મહત્વનો રૉલ છે. તેણે ક્હ્યું કે તે આ ફિલ્મના પાત્ર સાથે સંપૂર્ણ રીતે સંબંધિત હતી.આ ફિલ્મમાં દીપિકાની એન્ટ્રી ઘણી પાછળથી થઈ હતી અને તેનો રોલ બહુ મોટો રાખવામાં આવ્યો નથી. તેમ છતાં, અભિનેત્રીએ ફિલ્મમાં કામ કરવામાં આનંદ માણ્યો છે.

 

 

 

 

 

 

 

પરંતુ દીપિકા તેને અતિથિનો રૉલ નથી ગણતી. દીપિકાએ એમ પણ કહ્યું હતું કે તે આ ફિલ્મમાં તેના પાત્ર સાથે લોકોની અપેક્ષાઓ સામે ખરી ઉતરવામાં સફળ રહેશે।