બજારમાં નરમાઈની ચાલ, સેન્સેકસ 286 પોઈન્ટ જ્યારે નિફ્ટી 10,855 પર સેટલ

0
214

ભારતીય શેરમાર્કેટ આજે ગગડીને બંધ થયા છે. ટ્રેડિંગના અંતિમ સેશનમાં સેન્સેક્સ 286.35 અંક એટલે કે 0.77 ટકા ઘટીને 36,690.50 પર જ્યારે નિફ્ટી 92.75 પોઈન્ટ એટલે કે 0.85 ટકા ગગડીને 10,855.50 ના લેવલે સેટલ થયા છે.

સ્મોલકેપ અને મિડકેપ શેરોની વાત કરીએ તો આજે ટ્રેડિંગ દિવસમાં મિડેકપ અને સ્મોલકેપ શેરોમાં પણ કડાકો જોવા મળ્યો. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ 0.11 ટકા જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 0.44 ટકા ગગડીને બંધ આવ્યા છે. બેંક અને ઓટો શેરમાં પણ આજે નરમાઈ જોવા મળી. નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 2.16 ટકાનો કડાકો જોવા મળ્યો. જ્યારે બેંક નિફ્ટી ઇન્ડેક્સ 320 પોઈન્ટ પટકાઈને 27,702ના સ્તરે બંધ આવ્યું હતું. આજે મેટલ, રિયલ્ટીમાં પણ નરમાઈની ચાલ જોવા મળી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 2.39 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ 1.43 ટકા ગગડીને સેટલ થયા છે.

ટોપ ગેનર્સની વાત કરીએ તો આજે સિપ્લા, એયૂએલ, હીરો મોટોકોર્પ, વિપ્રો, યસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, કોલ ઈન્ડિયા શેર વધીને બંધ આવ્યા છે. જ્યારે ટોપ લૂઝર્સમાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ. બીપીસીએલ, એસબીઆઈ અને વેદાન્તા સામેલ છે.