બાંધકામ શ્રમીકોને સરકારની વિનામુલ્યે મુસાફરીની ભેટ

0
384

અમદાવાદ,તા:18 ગુજરાતમાં કામ કરતા આઠ લાખ બાંધકામ શ્રમીકોને ગુજરાત સરકારે વિનામુલ્યે મુસાફરીની ભેટ આપીશકે છે.. શ્રમીકોને સિટી બસ અને એસટી બસમાં બિલકુલ વિનામુલ્યે મુસાફરી કરવા મળશે. આગામી બજેટમાં રાજ્ય સરકાર આ અંગે જાહેરાત કરે તેવી સંભાવના છે.. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે આ અંગેની દરખાસ્ત રાજ્યના નાણાં વિભાગની મંજૂરી માટે મોકલી આપી છે. આ માટે અંદાજે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારના સૂત્રો એ જણાવ્યા મુજબ નાણાં વિભાગની મંજૂરી મળ્યા બાદ જ આ યોજનાનો બજેટમાં સમાવેશ થશે.. ગુજરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રહેલી બાંધકામ સેસના ફંડમાંથી આ યોજનાનો ખર્ચ કરવામાં આવશે..

સૂત્રોએ વાત કરતાં જણાવ્યું કે આ યોજના અમલી કરવા પાછળનું કારણ એ છે કે બાંધકામ મજૂરો મુખ્યત્વે આદિવાસી પટ્ટામાંથી આવે છે અને વર્ષ દરમિયાન તેઓ રોજી માટે શહેરી વિસ્તારમાં આવે છે જ્યારે ચોમાસાની કે તહેવારોની ઋતુમાં તેઓ વતન પરત ફરે છે. તેવા સમયે મુસાફરી માટે તેઓ ખાનગી હકડેઠઠ ભરેલા વાહનોમાં મુસાફરી કરે છે તે સલામત હોતા નથી અને આવી મુસાફરી દરમિયાન થતાં અકસ્માતોમાં તેમનો જીવ પણ જાય છે.આ ઉપરાંત તેઓ શહેરોમાં હોય ત્યારે બાંધકામ સાઇટ પર જ પડ્યા રહે છે જ્યાં બિનસ્વાસ્થ્યપ્રદ સ્થિતિ હોય તો તેમને અને તેમના પરિવાર તથા ખાસ કરીને બાળકોને બીમારી લાગુ પડી જાય છે. આમ ન થાય અને તેઓ સવાર-સાંજ ઘર અને કામની જગ્યા વચ્ચે સહેલાઇથી જઈ શકે તે માટે સિટી બસમાં પણ તેમને ફ્રી મુસાફરી મળશે.આ માટે સિટી બસ કે એસટી કોર્પોરેશનને થનારો તમામ ખર્ચ શ્રમ અને રોજગાર વિભાગ ઉઠાવશે. મજૂરો માત્ર પોતાની પાસે રહેલી લાલ ચોપડી ઓળખપત્ર તરીકે દર્શાવી ફ્રીમાં મુસાફરી કરી શકશે, તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

ગુજરાતમાં કામ કરતા સાતથી આઠ લાખ બાંધકામ મજૂરોને ગુજરાત સરકાર મફત બસ મુસાફરીની ભેટ આપવા જઈ રહી છે. આ મજૂરોને સિટી બસ અને એસટી બસમાં બિલકુલ મફતમાં જ મુસાફરી કરવા મળશે. આગામી બજેટમાં રાજ્ય સરકાર તરફથી આ જાહેરાત કરાય તેવી શક્યતા છે.ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે આ દરખાસ્ત નવી બાબત તરીકે રાજ્યના નાણાં વિભાગની મંજૂરી માટે મોકલી આપી છે. આ માટે અંદાજે પચાસ કરોડ રૂપિયા ની ફાળવણી કરવાની દરખાસ્ત કરાઇ છે. જો કે હજુ આ દરખાસ્ત અંગે નાણાં વિભાગની મંજૂરી મળ્યા બાદ જ આ યોજના નો બજેટમાં સમાવેશ થશે તેમ રાજ્ય સરકારના સૂત્રો એ જણાવ્યું હતું.ગુજરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રહેલી બાંધકામ સેસના ફંડમાંથી આ યોજનાનો ખર્ચ કરવામાં આવશે અને તેનું કોઇ નવું ભારણ સરકારની તિજોરી પર પડશે નહીં તેમ પણ સૂત્રોએ ઉમેર્યું હતું. બાંધકામ મજૂરો તેમના વતનથી કામના વિસ્તારો વચ્ચે મુસાફરી કરતા રહેતા હોવાથી તેમને સરળતા રહે તેવા હેતુથી આ યોજના જાહેર કરાશે.