બુમરાહે કહી ખાસ વાત, આવી રીતે બેટ્સમેન માટે બનું છું કંજૂસ

0
341

માંચેસ્ટર, તા. 23 જૂન 2019, રવિવાર

ICC વર્લ્ડ કપ 2019માં શનિવારે ભારતએ એફઘાનિસ્તાનને રોમાંચક મેચમાં 11 રનથી માત આપી. આ જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું કે, મેચ બહુ મુશ્કેલ હતી પરંતુ અમને અમારા પર વિશ્વાસ હતો.

અફઘાનિસ્તાન માટે મોહમ્મદ નબીએ 52 રનની મહત્વની મેચ રમી હતી અને તે ભારતના ખેમામાંથી મેચ સેરવી રહ્યો હતો પરંતુ બુમરાહે છેલ્લી ઓવરોમાં સારી બોલીંગ કરી અને એને વધારે રન ન આપ્યા.

બુમરાહે 49મી ઓવરમાં માત્ર 5 રન આપ્યા અને છેલ્લી ઓવરમાં અફઘાનિસ્તાન માટે 16 રન બાકી રાખ્યા જેને મહમ્મદ શમીએ ન આપ્યા.

બુમરાહએ 10 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી અને 1 ઓવર મેડન નાખી હતી. બુમરાહે કહ્યું કે, જ્યારે કેપ્ટનનો વિશ્વાસ તમારામાં હોય ત્યારે ઘણો આત્મવિશ્વાસ મળે છે. આનાથી મને મારા વિચારો સ્પષ્ટ રાખવામાં મદદ મળે છે. હું જાણી શકું છું કે મારે કોઈ પણ પ્રકારે મારી રણનીતિનો અમલ કરવાનો છે.

બુમરાહે કહ્યું કે, અમે જોઈ રહ્યા હતા કે વિકેટ સમયની સાથે ધીમી થઈ હતી એટલે અમે સ્ટમ્પ ટૂ સ્ટમ્પ બોલીંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ મોટું મેદાન છે અને અહિયા રિવર્સ સ્વિંગ પણ મળી રહીં હતી, પરંતુ તમારે તમારા યોર્કરમાં વધારે નિર્ભર રહેવું પડે છે અને પરિસ્થિતિ મુજબ રમવું પડે છે. આ મુશ્કેલ મેચ હતી પરંતુ મને મારા આત્મબળ પર વિશ્વાસ હતો.

શમીને લઈને બુમરાહે કહ્યું કે, આવા બોલરોના કારણે અમને સ્વસ્થ પ્રતિસ્પર્ધા મળે છે. અમે અમારી રણનીતિની ચર્ચા સાથે જ કરતા હોઈએ છીંએ. જ્યારે બધા વિકેટ ઝડપીને યોગદાન આપતા હોય તો એ ટીમ માટે સારી બાબત કહેવાય.