બોલર-ફીલ્ડરને માસ્કમાં રમતા જોઈ શકીશ નહીં : સુનિલ ગાવસ્કર

0
104

નવીદિલ્હી
તા : 13
કોરોના સંકટને કારણે, વિશ્વમાં ઘણું બદલાયું છે અને હવે ક્રિકેટમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. મીડિયાના એક કાર્યક્રમમાં સુનીલ ગાવસ્કરે બદલાતા ક્રિકેટ અંગેની વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હવે ક્રિકેટ ખૂબ મુશ્કેલ બનશે, પરંતુ હું બોલર અને ફિલ્ડરને માસ્ક પહેરીને રમતા જોઈ શકીશ નહીં.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, મેદાનમાં ખેલાડીઓની ઉજવણી કદાચ હવે જોવા નહીં મળે. ટીમ હડલની એક અલગ જ મજા હોય છે. કારણ કે પ્રેક્ષકોમાં ઘણો ઉત્સાહ આવે છે. ગાવસ્કરે કહ્યું કે, જ્યારે બેટ્સમેનો બાઉન્ડ્રી લગાવશે ત્યારે પણ ગ્લવ્સ લવ જોવા નહીં મળે, હવે ક્રિકેટ સંપૂર્ણ રીતે સૅનેટાઇઝ થઈ જશે.

આગામી સમયમાં બોલ વિશે દરેક ખેલાડીના મગજમાં ડર રહેશે, પરંતુ મેચ પહેલા જ દરેકના ટેસ્ટ કરવામાં આવશે. જે આત્મવિશ્વાસ પેદા કરશે, જો કોઈ પણ ખેલાડી કોવિડથી પીડાતો હશે, તો તેને બાકાત રાખવો પડશે. તેના માટે રિપ્લેસમેન્ટ આવી શકે છે.