બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં નવા 41,857 કેસ નોંધાયા

0
71

નવી દિલ્હી
તા : 15
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 1 કરોડ 34 લાખ 73 હજાર કેસ નોંધાયા છે. જેમાં 5 લાખ 81 હજાર 584 લોકોના મોત થયા છે. 78.68 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ફ્રાન્સમાં આગામી કેટલાક સપ્તાહ સુધી જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે. રાષ્ટ્રપતિ મેક્રોને આ જાહેરાત કરી છે. અહીં અત્યાર સુધીમાં 1 લાખ 72 હજાર 377 કેસ નોંધાયા છે અને 30 હજારથી વધારે લોકોના મોત થયા છે.

બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મંગળવારે અહીં 41 હજાર 857 નવા કેસ નોંધાયા છે અને 1300 મોત થયા છે. આ સાથે અહીં કુલ કેસની સંખ્યા 19.31 લાખ થઈ છે અને 74 હજાર 262 લોકોના મોત થયા છે. વેનજુએલાની રાજધાની કારકસ અને તેના પાડોસી રાજ્ય મિરાંડામાં બુધવારે લોકડાઉન લાગુ કરાયું છે. ઉપરાષ્ટ્ર્પતિ ડેલ્સી રોડ્રિગ્યુજે બુધવારે કહ્યું કે લોકોની સુરક્ષા માટે આ નિર્ણય કરાયો છે.