ભાજપે 57 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું,8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે,11મીએ પરિણામો

0
134

નવી દિલ્હી,તા:18 ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 70 પૈકી 57 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કરાવલ નગરથી આપ (AAP)ના વર્તમાન ધારાસભ્ય કપિલ મિશ્રાને મોડલ ટાઉનથી ટિકિટ આપવામાં આવી છે. નવી દિલ્હી સીટ પર અરવિંદ કેજરીવાલ સામે કયા ઉમેદવારને ઉતારવામાં આવશે તે અંગે હજુ જાહેરાત કરવામાં આવી નથી. ભાજપે 4 મહિલાને ટિકિટ આપી છે. આ પૈકી વિભા ગુપ્તા, લતા સોઢી, શિખા રાય અને કિરણ વૈધના નામનો સમાવેશ થાય છે.દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું છે કે બાકીના ઉમેદવારોની નામની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.આમ આદમી પાર્ટી અગાઉથી જ તમામ બેઠક માટે ઉમેદવાર નક્કી કરી ચુકી છે. દિલ્હીમાં 8મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. પરિણામો 11મી ફેબ્રુઆરીના રોજ આવશે.

દિલ્હીના દંગલ વચ્ચે આજે ભાજપે 57 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે

મોદી અને શાહ કોઈ પણ ભોગે દિલ્હીમાં ભાજપનો વનવાસ પૂર્ણ કરવા માગે છે. હાલમાં કેજરીવાલની સરકાર છે. કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ભાજપના ચાણક્યોએ દિલ્હીમાં પોતાની પક્કડ જમાવી શક્યા નથી. ભાજપે આ ચૂંટણીમાં સીએમ ઉમેદવારનો ચહેરો ન જાહેર કરી મોદીના વિકાસના મામલાને આગળ ધરી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આ ચૂંટમી આપ અને કોંગ્રેસ માટે પણ અસ્તિત્વનો સવાલ છે.દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ 57 ઉમેદવારોની લિસ્ટ શુક્રવારે જાહેર કરી છે. પાર્ટીએ તિમારપુરથી સુરેન્દર સિંહ બિટ્ટૂને ટીકીટ આપી છે.બીજેપીની જાહેર કરેલી સૂચીમાં અનુસૂચિત જાતિ (SC)માં 11 ઉમેદવાર છે. જ્યારે 4 મહિલાઓ પણ ટીકીટ આપવામાં આવી છે. પાર્ટીએ આદર્શનગરથી રાજકુમાક ભાટી, બાદલીથી વિજય ભગત, રિઠાલા બેઠકથી મનીષ ચૌધરી, મુંડકાથી માસ્ટર આઝાદ સિંહ ચૂંટણી મેદાનમાં ટક્કર આપવા તૈયાર હશે.

જ્યારે રિઠાલાથી વિજય ચૌધરી, બવાનથી રવિન્દ્ર કુમાર, વિજેન્દર ગુપ્તા- રોહિણી. આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં શામેલ થયેલા કપિલ મિશ્રાને મોડલ ટાઉનથી ટિકટ મળી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પણ ઉમેદવાર પસંદગી કરી છે.જેમાં પહેલી યાદીમા 57 ઉમેદવારો સામેલ થશે. દિલ્હીમાં ભાજપના ઉમેદવાર પસંદગી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી પંચની મોડી રાતે સુધી ત્રણ કલાક બેઠક ચાલી હતી.ભાજપના ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપવા માટે બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી, પૂર્વ કેન્દ્રીય પ્રધાન તથા રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈન, દિલ્હીના ચૂંટણી પ્રભારી પ્રકાશ જાવડેકર, દિલ્હી પ્રભારી શ્યામ જાજૂ, કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી, ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તા હાજર રહ્યા હતા.દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી પહેલાથી જ તમામ બેઠક પર ઉમેદવાર પસંદગી કરી ચુકી છે. કેન્દ્ર શાસિત પ્રદેશની 70 વિધાનસભા બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે. પરિણામ 11 તારીખે આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે.