ભારતના ક્રિકેટ ઈતિહાસનો ”ટર્નિંગ પોઇન્ટ” : વર્લ્ડકપ જીત્યાને 36 વર્ષ થયા

0
186

 ભારતે 1983માં પાવરફુલ વિન્ડિઝને હરાવીને ઈતિહાસ સર્જેલો

– મોહિન્દર અમરનાથનો ઓલરાઉન્ડ દેખાવ, કપિલનો કેચ, મદનલાલનો પ્રભાવ અને શ્રીકાંતનું ”ડેરિંગ”

અમદાવાદ, 25 જૂન 2019, શનિવાર

25 જૂન, 1983 ભારતીય ક્રિકેટ માટે સોનેરી મનાય છે.

એટલા માટે નહીં કે ભારત સૌપ્રથમ વખત વનડે ક્રિકેટનું વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું પણ ભારતીય ક્રિકેટની આત્મશ્રદ્ધા અને વૈશ્વિક ગૌરવના અરૃણોદયનો તે પર્વ હતો. નવી પેઢી અને ટેલેન્ટને માત્ર ક્રિકેટ રમવા માટેની નહીં જીતવા માટેની રમત છે તે જોમ પ્રાપ્ત થયું હતું.ગાવાસ્કરે બેટ્સમેનોના ફાલને પાંગર્યો તો કપિલ દેવે સ્પિનરોનો જ વારસો ધરાવતા ભારતીય ક્રિકેટમાં ફાસ્ટરો અને ઓલરાઉન્ડરોની ફસલને જન્મ આપ્યો.

ક્રિકેટ વિશ્વની નજરે વનડેમાં 1983ના વર્લ્ડકપ પહેલા ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ફર્ક ન હતો. વિન્ડિઝની ટીમ ‘ઓલમાઇટી’ મનાતી હતી.

તેમાં પણ ભારત 183 રનમાં જ ઓલઆઉટ થયું તે પછી તો ઘણાએ મેચમાં દિલચશ્પી જ ગુમાવી હતી. શ્રીકાંતે 57 બોલમાં 38 રનની ‘ડેરિંગ’ અને ‘ડેશિંગ’ ઈનિંગ રમી. ભારત 9૦ રને બે વિકેટના સ્કોરથી ભારત 183માં ખખડયું.

બલવિન્દર સિંઘ સંધુએ એપિક મનાતા ઈન સ્વિંગરમાં ગ્રીનીજને બોલ્ડ કર્યો હતો અને ટીમમાં ચમક આવી. રિચાર્ડસે ત્રણ બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા તે પછીના બોલે વિકેટ ગુમાવી તે અને કપિલ દેવે ઝીલેલ કેચ પણ કેમ ભૂલાય ? લોર્ડઝનું ગ્રાઉન્ડ હોઇ તેના ગૌરવમાં ઉમેરો થયો અને એબોવ ઓલ મોહિન્દર અમરનાથનો મેજિકલ ઓલરાઉન્ડ મેન ઓફ ધ મેચ દેખાવ પણ ઈતિહાસમાં સ્થાન પામ્યો. સેમિ ફાઇનલમાં પણ તે જ મેન ઓફ ધ મેચ બન્યો હતો.

સ્કોર : ભારત 54.4 ઓવરોમાં 183 (શ્રીકાંત 38, મોહિન્દર અમરનાથ 26, રોબર્ટસ 32/3, માર્શલ 24/2, હોલ્ડિંગ 26/2) 43 રનથી જીત્યું વિ. વિન્ડિન્ઝ ૫૨ ઓવરોમાં 140 ઓલઆઉટ (રિચાર્ડસ 31, ડયુજોન 25, અમરનાથ 12/3, મદનલાલ 21/3)