ભારતની પાંચમી વિકેટ પડી,વિહારીને 7 રને આઉટ કરીને જેમિસને ત્રીજી વિકેટ લીધી !!

0
37

તા:21 ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે 5 વિકેટે 116 રન કર્યા છે. અજિંક્ય રહાણે 36 રને અને ઋષભ પંત 6 રને રમી રહ્યા છે. હનુમા વિહારી 7 રને જેમિસનની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા ઓપનર મયંક અગ્રવાલ ટ્રેન્ટ બોલ્ટના શોર્ટ બોલમાં પુલ શોટ રમવા જતા ફાઈન લેગ પર જેમિસનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 84 બોલમાં 5 ફોરની મદદથી 34 રન કર્યા હતા.

ભારતની વિકેટ આ રીતે પડી:

  • પૃથ્વી શો ટિમ સાઉથીના મિડલ અને ઓફ પર પિચ થયેલ બોલને ફૂટ મૂવમેન્ટ વગર લેગસાઈડ મારવા ગયો હતો. જોકે બોલ મૂવ થતા પૃથ્વી બોલ્ડ થયો. તેણે 18 બોલમાં 2 ફોરની મદદથી 16 રન કર્યા હતા.
  •  ચેતેશ્વર પુજારા 11 રને કાઇલી જેમિસનની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. બોલ લેટ મૂવ થતા પુજારા કઈ કરી શકે તેમ નહોતો.
  •  વિરાટ કોહલી જેમિસને નાખેલા વાઈડ બોલમાં ડ્રાઈવ કરવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો અને ટેલરે ફર્સ્ટ સ્લીપમાં તેનો સરળ કેચ કર્યો હતો. ઇન્ડિયન કેપ્ટન 2 રને પેવેલિયન ભેગો થયો હતો.
  • મયંક અગ્રવાલ ટ્રેન્ટ બોલ્ટના શોર્ટ બોલમાં પુલ શોટ રમવા જતા ફાઈન લેગ પર જેમિસનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 84 બોલમાં 5 ફોરની મદદથી 34 રન કર્યા હતા. તે સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહોતો. (88-4)
  • હનુમા વિહારી 7 રને જેમિસનની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં બેસીન રિઝર્વ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ટોસ હાર્યા પછી કહ્યું કે, પિચ અને વેધર જોતા અમે પણ પહેલા બોલિંગ જ કરી હોત. જોકે પિચ પર ઘાસ 2 દિવસ પહેલા હતું એના કરતા ઓછું છે. તેમ છતાં અમારે સારી બેટિંગ કરવી પડશે. અમારો બોલિંગ એટેક અનુભવી છે. ન્યૂઝીલેન્ડમાં રમતી વખતે ધીરજ રાખવી જરૂરી છે. અમે અહીંયા જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ.

ભારતની પ્લેઈંગ 11: મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિચંદ્રનઅશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્મા

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: ટોમ લેથમ, ટોમ બ્લેન્ડેલ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વોટલિંગ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, એજાઝ પટેલ અને કાઈલી જેમિસન