ભારતની બહાદુર દળોએ કારગિલ યુદ્ધમાં પાક યોજનાઓને નિષ્ફળ કરી દીધી: પીએમ મોદી

0
59

નવી દિલ્હી,તા:26

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી. PM મોદીએ મન કી બાતની શરૂઆત કરતાં કારગિલ યુદ્ધ ના વીર જવાનોને યાદ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે, જોકે તે સમયે ભારત પાકિસ્તાન સાથે મિત્રતા ઈચ્છતું હતું. પાકિસ્તાને મોટા-મોટા ઈરાદા રાખીને કારગિલ યુદ્ધનું દુઃસાહસ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, યુદ્ધમાં ભારતના સાચા પરાક્રમની જીત થઈ.

વડાપ્રધાને કહ્યું કે,એ દિવસ સૌથી અનમોલ ક્ષણોમાંથી એક છે.સોશિયલ મીડિયા પર પણ લોકો તેમના વીરોને નમન કરી રહ્યા છે. હું તમામ દેશવાસીઓ તરફથી એ વીર માતાઓને નમન કરું છું, જેમણે આવા વીરનો જન્મ આપ્યો છે.

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા લાલ કિલ્લાથી આપવામાં આવેલા સંદેશાને યાદ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, અટલજીએ કહ્યું હતું કે કારગિલ યુદ્ધે આપણને એક મંત્ર આપ્યો છે, આ મંત્ર હતો કે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલા આપણે એ વિચારવું જોઈએ કે શું આપણું આ પગલું તે સૈનિકના સન્માને અનુરૂપ છે જેણે દુર્ગમ પર્વતોમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.