ભારતમાં કોવિડ-19ની પ્રથમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તસવીર જાહેર

0
56

પુણે
તા : 28
કોરોના વાયરક કે કોવિડ-19 (COVID-19) કેવો દેખાય છે તેની ભારતમાંથી પ્રથમ તસવીર જાહેર કરવામાં આવી છે. આ તસવીર પુણે ખાતે આવેલી ICMR-NIVના વૈજ્ઞાનિકો (ICMR-NIV scientists) તરફથી લેવામાં આવી છે. આ તસવીર ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્પોક નો ઉપયોગ કરીને લેવામાં આવી છે. આ તસવીરને ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ માં પ્રસિદ્ધ કરવામાં આવી છે. પુણેના વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરવામાં આવેલી તસવીર એટલે કે કોરોના વાયરસનો પ્રથમ કેસ દેશમાં જાન્યુઆરી 30ના રોજ સામે આવ્યો હતો. ચીન ખાતે મેડિકલનો અભ્યાસ કરતી એક ભારતીય યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવતી ચીનના વુહાન શહેર ખાતે અભ્યાસ કરતી હતી. તેણી ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે ભારત પરત આવી હતી. અહીં તેનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

એનઆઈવી (National Institute of Virology) તરફથી વાયરસની તપાસ કર્યા બાદ માલુમ પડ્યું છે કે ભારતમાં કેરળમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તે કોરોના વાયરસ વુહાનના વાયરસ સાથે 99.98 ટકા સામ્યતા ધારાવે છે. વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની ઝપટમાં આવેલી મહિલાના ગળામાંથી કોરોનાનું સેમ્પલ લીધું હતું. જે બાદમાં પુણે ખાતેની એનઆઈવીના વૈજ્ઞાનિકોએ તેના પર અભ્યાસ કરીને તસવીર લીધી હતી. ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચમાં તાજેતરના અંકમાં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. કોરોના વાયરસની દવા શોધવા માટે ભારત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)તેમજ આ કામમાં લાગેલા અન્ય દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મહામારી તેમજ સંક્રમણ શાખાના પ્રમુખ ડૉક્ટર રમણ આર ગંગાખેડકરે શુક્રવારે જણાવ્યું હતું કે પરીક્ષણ બાદ નવી દવાની શોધ થઈ શકે છે. ફ્રાંસનો દાવો : આ દરમિયાન ફ્રાંસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેણે કોરોના વાયરસની દવા શોધી લીધી છે. શરૂઆતની તપાસમાં માલુમ પડ્યું છે કે આ દવાથી છ દિવસની અંદર સંક્રમણને ગંભીર સ્થિતિમાં પહોંચતા અટકાવી શકાય છે. ફ્રાંસ તરફથી કહેવામાં આવ્યું છે કે દવાનું સફળ પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે. ફ્રાંસ તરફથી દવાની ટ્રાયલનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.