ભુજ: કુકમા ગામે બે યુવતી સહિત યુવકનો મૃતદેહ મળ્યો, આપઘાત કે અકસ્માતને લઇને રહસ્ય ઘૂંટાયું

0
197

ભુજ તાલુકાના કુકમા ગામે આવેલા ભુજ નગરપાલિકાના પાણીના ખુલ્લા સમ્પમાંથી બે સગી બહેનો અને એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતક બહેનો કુકમાના શિણાયનગરમાં રહેતી હતી. જ્યારે યુવક પણ કુકમાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. હાલ ત્રણેય મૃતદેહો પીએમ માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કુકમા નજીક આવેલ નગરપાલિકા પાણીના સમ્પમાંથી મંગળવારે બપોરે એક વાગ્યાના અરસામાં 17 વર્ષની ક્રિષ્નાબેન પ્રેમજીભાઈ બડગાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ 21 વર્ષીય મોટી બહેન પ્રીતિ સાથે પેથા મંગુ સંજોટ નામના યુવકની લાશ મળી આવી હતી. નગરપાલિકાના પાણીના સમ્પમાંથી એકસાથે ત્રણ ત્રણ જણની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટનાની જેવી માહિતી મળી કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના પાછળ પરિવાજનો તેમજ દલિત અધિકાર મંચ નગરપાલિકાને જવાબદાર ઠેરવી રહી છે. નગરપાલિકાનો સમ્પ ખુલ્લો હોવાથી બાળકોના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે.

નગરપાલિકા બેદરકારી કારણે ત્રણ લોકોના મોત થયા છે. હાલ બે યુવતી અને એક યુવકનાં મોત લઈને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. અકસ્માતે ત્રણ લોકોના મોત થયા છે કે આપધાત તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બે યુવતી અને યુવકનાં મોતની ઘટનામાં નગરપાલિકા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી દલિત અધિકાર મંચ દ્વારા માંગ કરવામાં આવી છે.

હાલ બે યુવતી અને યુવકનો મૃતદેહ પીએમ માટે મોકલી આપી સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને ત્રણેપ મોતને લઇને આપધાત છે કે અકસ્માતે મોત થયું ?? તે પોલીસ તપાસ બાદ જાણી શકાશે.