મજૂરોના મસીહા પ્રકાશ રાજ દરરોજ લોકોને નિ: શુલ્ક બસ સેવા દ્વારા ઘરે મોકલી રહ્યા છે

0
75

મુંબઈ,તા:26 અભિનેતા પ્રકાશ રાજે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે પરેશાન મજૂરો માટે પ્રશંસનીય પગલું ભર્યુ છે. જેની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. સોનુ સૂદની જેમ પ્રકાશ રાજે પણ પગપાળા ઘરે જઈ રહેલા શ્રમિકો માટે બસોનો પ્રબંધ કર્યો છે. અભિનેતા મજૂરોને બસ દ્વારા ફ્રીમાં તેમના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યો છે.

આ કામની જાણકારી પ્રકાશ રાજે ખુદ સોશિયલ મીડિયા પર ટ્વિટ દ્વારા આપી છે. તેણે બસમાં બેઠેલા લોકોની તસવીર ફેંસ સાથે શેર કરી છે. તસવીર શેર કરીને તેણે લખ્યું, સડકો પર પ્રવાસી, મેં હજુ કામ ખતમ નથી કર્યું, દરરોજ સેંકડો લોકો સાથે ઉભો છું. તમને લોકોને પ્રાર્થના કરુ છું કે તમારા નજીકના કોઈ સુધી પહોંચવાનો રસ્તો શોધો. આવો ફરીથી જીવન જીવીએ.

મજૂરોને ફ્રીમાં બસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રકાશ રાજની સોશિયલ મીડિયામાં ઘણી પ્રશંસા થઈ રહી છે. યૂઝર્સ પ્રકાશ રાજના ટ્વિટને રિટ્વિટ કરવાની સાથે કમેંટ બોક્સમાં પ્રશંસા કરી રહ્યા છે.

ફિલ્મોમાં વિલનનો રોલ કરતાં પ્રકાશ રાજ અસલી જિંદગીમાં લોકો માટે સુપરહીરો સાબિત થયા છે. લોકડાઉનની શરૂઆતથી જ તે સતત લોકોની મદદ કરી રહ્યા છે. એટલું જ નહીં લોકડાઉન દરમિયાન તેમની આર્થિક સ્થિતિ બગડવા લાગી ત્યારે કહ્યું હતું કે, લોન લઈને પણ લોકોની મદદ કરવા માટે તૈયાર છું.