મનપસંદ બેવરેજીસ LTD કંપની સાથે 100 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

0
99

વડોદરા
સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી મનપસંદ બેવરેજીસ લિમિટેડ કંપની સાથે રૂપિયા 100 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજે કંપનીના સત્તાવાળાઓને રૂપિયા 100 કરોડની લોન અપાવવાના બહાને છેતરપિંડી કરી હતી.
મંજુસર જી.આઇ.ડી.સી.માં આવેલી મનપસંદ બેવરેજીસ કંપની આર્થિકભીંસમાં હતી. ત્યારે ભેજાબાજ પવન પરસોત્તમભાઇ રાઠી (રહે. એફ-404, શિખર એપાર્ટમેન્ટ, ગોરવા, વડોદરા) અને તેના સાગરીતોએ કંપનીના માલિકોને મોટી-મોટી વાતો કરીને ફિનક્વિસ્ત ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાંથી રૂપિયા 100 કરોડની બેંકમાંથી લોન અપાવવાનું જણાવીને તબક્કાવાર તેઓ પાસે નાણાં પડાવી રૂપિયા 100 કરોડની છેતરપિંડી કરી હતી.