મનમોહન સિંઘને છાતીમાં દુખાવો થતાં AIIMSમાં દાખલ કરાયા

0
67

નવી દિલ્હી
તા : 11
ભારતના પૂર્વ વડા પ્રધાન અને કૉંગ્રેસ નેતા મનમોહન સિંઘને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ દિલ્હીની એઇમ્સમાં દાખલ કરાયા છે. મનમોહન સિંઘને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યા છે. કૉંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે આ પણ ખબરની પુષ્ટિ કરી છે. શેરગિરે પોતાના ટ્વિટર હૅન્ડલ પર ટ્વીટ કરીને મહમોહન સિંઘ જલદી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.

કૉંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી પણ પૂર્વ વડા પ્રધાન ઝડપથી સાજા થઈ જાય તેવી કામના કરાઈ છે. આરજેડી નેતા લાલુપ્રસાદ યાદવના ટ્વિટર હૅન્ડલથી પણ ડૉ. મનમોહન સિંહ જલદી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરાઈ છે. કૉંગ્રેસ નેતા અજય માકને પણ મનમોહન સિંઘ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.મનમોહન સિંહ 2004થી લઈને 2014 સુધી ભારતના વડા પ્રધાન રહ્યા હતા.