મની લોન્ડ્રિંગ કેસ મામલો:ચંદા કોચરની 78 કરોડની સંપત્તિ એટેચ કરી

0
373

મુંબઈ,તા:11 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે વિડિયોકોન લોન કેસમાં ICICI બેન્કના ભૂતપુર્વ મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ચંદા કોચર તથા તેના પતિ દિપક કોચરની આશરે રૂપિયા 78 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. ED દ્વારા જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમાં મુંબઈ સ્થિત એક ફ્લેટ અને દિપક કોચરની કંપનીની પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ મુંબઈમાં રૂપિયા 3.5 કરોડ (બૂક વેલ્યુ)નું મૂલ્ય ધરાવતા CCI ચેમ્બરખાતેના એપોર્ટમેન્ટ, દિપક કોચરની નુપાવર રિન્યુવેબલ્સ તથા તેની પેટાકંપનીઓ જેવી કે વિન્ડ ફાર્મ્સ,ઈચંદા ઉર્જા પ્રાઈવેટ વગેરેની રૂપિયા 74 કરોડ (બૂક વેલ્યુ)ની સંપત્તિ તેમ જ રોકડ રૂપિયા 10.50 લાખ સહિતની કુલ રૂા.78 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચંદા કોચર, તેના પરિવાર અને વિડિયોકોન ગ્રુપના વેણુગોપાલન ધૂતના મુંબઈ અને ઓરંગાબાદ ખાતે આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વિડિયોકોન ગ્રુપને રૂપિયા 1,875 કરોડની લોન મંજૂર કરવામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ માટે PMLA અંતર્ગત ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.