મહારાષ્ટ્ર: સાંગલીમાં પૂરનાં કારણે મોતનું તાંડવ, બોટ ઊંધી પડતા 11 લોકોનાં મોત

0
248

મહારાષ્ટ્રનાં ઘણા જિલ્લાઓ ભીષણ પૂરની લપેટમાં છે. એક તરફ જ્યાં મુંબઈ થોડીક-થોડીવાર રહીને વરસાદ થઈ રહ્યો છે. તો બીજી પુણે, નાસિક અને સાંગલી જેવા જિલ્લા ભીષણ પૂરનો સામનો કરી રહ્યા છે. એનડીઆરએફની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે પલૂસ તાલુકામાં 30 લોકોથી ભરાયેલી બોટ પલટી ખાઈ ગઈ છે. આ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા છે. જાણકારી પ્રમાણે 9 લોકોનાં શબ મળી આવ્યા છે, જેમાં 4 મહિલાઓ, 3 પુરૂષો અને 2 બાળકો છે. બાકી લોકોની લાશો શોધવાનું ચાલુ છે.

મૃતકોનાં પરિવારને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ 

આ અકસ્માતમાં મરનારા પરિવારને મહારાષ્ટ્ર સરકાર તરફથી પાંચ-પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રનાં સામાજિક ન્યાયમંત્રી સુરેશ ખોડેએ કહ્યું કે મૃતકોનાં પરિવારને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. બીજી તરફ લોકોને પુરથી છૂટકારો આપવા માટે તંત્ર દરેક સંભવ પ્રયત્નો કરી રહ્યું છે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટકનાં મુખ્યમંત્રી બી.એસય યેદિયુરપ્પાથી અલમટ્ટી ડેમથી 5 લાખ ક્યૂસેક પાણી છોડવા વિશે વાત કરી છે. આના પર બંનેની સહમતિ બની ગઈ છે. પાણી છોડાયા બાદ સાંગલીનાં લોકોને પુરથી છૂટકારો મળશે.

જેલમાં પણ 4થી 5 ફૂટ ભરાયા પાણી

બીજી તરફ વરસાદનું પાણ સાંગલી જેલમાં પણ ઘુસી ગયું છે, જેના કારણે જેલમાં બંધ કુલ 360 કેદીઓ પરેશાન છે. જેલમાં લગભગ 4થી 5 ફૂટ પાણી ભરાયા છે. આવામાં કેદીઓને બચાવવા માટે નાવ બોલાવવામાં આવી અને તેમને સુરક્ષિત જગ્યાએ લઇ જવા માટેની કવાયત શરૂ કરી દીધી.

2 કેદીઓએ કર્યો ભાગવાનો પ્રયત્ન

સાંગલી જેલ અને તેની આસપાસ લગભગ 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયું છે. અહીં કુલ 360 કેદી બંધ હતા. તેમને સુરક્ષિત સ્થાન પર લઇ જવા માટે જિલ્લા પ્રશાસને બોટ મંગાવી. આ દરમિયાન બે કેદીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસ અને જેલ પ્રશાસને કેદીને શોધી કાઢ્યો હતો.