મહિસાગર જિલ્લામા અત્યાર સુધી એક પણ કેસ નહી

0
141

મહિસાગર,તા:15
દેશ અને રાજ્ય માં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે દિવસે ને દિવસે પોઝિટિવ કેસ ભારત સહીત ગુજરાતમાં વધી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે મહિસાગર જિલ્લાની તો જિલ્લા માં સદભાગ્યે અત્યારસુધી કોરોનાનો પોઝિટિવ એક પણ કેસ નોંધાયો નથી ત્યારે જિલ્લા વાસીઓને સાવચેતી એજ સલામતી રાખી લોડાઉનનું ચુસ્ત પણે પાલન કરવા જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી છે મહિસાગર જિલ્લામાં પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે નેટવર્ક ન્યૂઝ ગુજરાત સાથે મહિસાગર જિલ્લા પોલીસ વળા ઉષા રાડા એ ખાસ વાતચીત કરી હતી