મારો નેક્સ્ટ ટાર્ગેટ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ : મેરી કોમ

0
10

નવી દિલ્હી
તા : 23
ભારતીય મહિલા બોક્સર મેરી કોમે અસંખ્ય મેડલ જીતી અને દેશને વિશ્વમાં સિદ્ધિ અપાવી છે. મેરી કોમની લગ્ન બાદની બોક્સિંગમાં વિશ્વસ્તરે મેળવેલી સિદ્ધિને લઈને તેના પર બાયોપિક પણ બોલિવૂડમાં બની ચૂકી છે.

લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે જણાવ્યું છે કે લન્ડન ઓલમ્પિકની તૈયારી માટે તેને પુરુષ સાથે પણ પ્રેક્ટિસ કરી હતી. જેથી તે 51 કિલોગ્રામ કેટેગરીમાં રમી શકે.

મેરીકોમ દેશ માટે પ્રતિનિધિત્વ કરી રહી છે ત્યારે તે ભવિષ્યમાં વધારે સારા મેડલ મેળવવા માટે પ્રતિબંધિત થઇ છે અને મેરી કોમે જણાવ્યું છે કે મારો મુખ્ય લક્ષ્‍ય મારા ઓલમ્પિક મેડલનો રંગ બદલવાનું છે.