મા જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ, સરકારી ગાઈડલાઈન મુજબ પુજાવિધિ

0
166

ભરૂચ,તા:03

  • મા જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ
  • બાળકીઓ 5 દિવસ રાખશે ગૌરી વ્રત
  • સરકારી ગાઈડલાઈન મુજબ પુજાવિધિ

અષાઢ સુદ તેરસના દિવસે પ્રારંભ થયું જયા પાર્વતી વ્રત. આ વ્રત અષાઢ સુદ-૧૩ થી અષાઢ વદ-૩ સુધી એમ પાંચ દિવસનુ હોય છે. પહેલા દિવસે મહાદેવની પૂજા કરવામાં આવે છે. માતા પાર્વતીએ અષાઢી સુદ તેરસને દિવસે આ વ્રતનો પ્રારંભ કર્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી આ વ્રત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં વ્રતના પ્રથમ દિવસે યુવતીઓ દ્વાર મંદિરમાં સરાકરી ગાઈડલાઈન મુજબ પુજા કરવામાં આવી. કોરોના વાયસરનું સંક્રમણ ન ફેલાય તે માટે પૂજામાં આવનાર તમામ યુવતીઓને સેનેટાઈઝ કરી સોશ્યલ ડિસ્ટન્સ રાખી વ્રતની પૂજા વિધિ કરવામાં આવી હતી. જયા પાર્વતી વ્રતની પૂજાની સાથે સાથે યુવતીઓએ સમગ્ર વિશ્વ કોરોના વાયરસનો સંક્રમણ નષ્ટ થાય તેવી મહાદેવને પ્રાર્થના પણ કરી હતી.

વિરપુર:-આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ વીરપુર જલારામધામમાં યુવતીઓએ મોઢે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી વ્રતની પૂજા કરી.જયા પાર્વતી વ્રત અષાઢ સુદ તેરસના દિવસે પ્રારંભ થાય છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો જેમાં વ્રતના પ્રથમ દિવસે શ્રી ગાયત્રી મંદિર ખાતે યુવતીઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી છે ત્યારે વિરપુરની યુવતીઓ આ જયા પાર્વતી વ્રતની પૂજા સરકારની ગાઈડ લાઇનનું પાલન કરીને કરવામાં આવી હતી જેમાં યુવતીઓ મોઢે માસ્ક તેમજ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરી પૂજા વિધિ કરી હતી તેમજ શ્રી ગાયત્રી મંદિરના પુજારી હસુભાઈ જોષી દ્વારા સેનિટાઇઝની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોરોના વાયસરનું સંક્રમણ ન ફેલાય તે માટે પૂજામાં આવનાર તમામ યુવતીઓને સેનેટાઈઝ કરી સોશ્યલ ડિસ્ટન્સ રાખી વ્રતની પૂજા વિધિ કરવામાં આવી હતી, જયા પાર્વતી વ્રતની પૂજાની સાથે સાથે યુવતીઓએ સમગ્ર વિશ્વ કોરોના વાયરસનો સંક્રમણ નષ્ટ થાય તેવી મહાદેવને પ્રાર્થના પણ કરી હતી.