મુંબઈઃ પ્રસિદ્ધ લાલબાગ કા રાજા ગણેશ મંડળનો મોટો નિર્ણય

0
139

પ્રસિદ્ધ લાલબાગ કા રાજા ગણેશ મંડળનો મોટો નિર્ણય
આ વખતે લાલબાગ કા રાજાની સ્થાપના નહીં કરવામાં આવે
મહામારી કોરોનાના કારણે સ્થાપના નહીં કરવાનો નિર્ણય
ગણેશ સ્થાપનાની જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
11 દિવસના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મુંબઈ,તા:01 કોરોના સંકટમાં સૌથી મોટા સમાચાર, આ વખતે ‘લાલબાગ ચા રાજા’ ગણપતિનું સ્થાપન નહીં થાય
કોરોનાકાળમાં ગણપતિ ઉત્સવ મામલે સૌથી મોટા સમાચાર આવ્યાં છે. મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિનું આ વખતે સ્થાપન નહીં થાય. લાલબાગ ચા રાજા ગણપતિ મંડળે આ નિર્ણય લીધો છે કે આ વખતે ગણપતિનું સ્થાપન કરવામાં આવશે નહીં.મંડળે જણાવ્યાં મુજબ આ વખતે 11 દિવસ બ્લડ ડોનેશન અને પ્લાઝમા થેરાપી કેમ્પ યોજાશે. અત્રે જણાવવાનું કે 86 વર્ષથી સતત લાલબાગ ચા રાજા ગણપતિનું સ્થાપન થતું આવ્યું છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગણપતિબાપ્પાના દર્શન કરે છે.

લાલબાગ ચા રાજા ગણપતિ પંડાલ મુંબઈનું સૌથી પ્રસિદ્ધ ગણપતિ પંડાલ છે. મોટી મોટી સેલેબ્રિટીઓ અને નેતાઓ ગણપતિબાપ્પાના આશીર્વાદ લેવા આવે છે.