મુખ્યમંત્રીના વાયદા ખોટા અને ખેત ધિરાણ ઉપર વસૂલાયેલું વ્યાજ તાત્કાલિક જમા આપો: કિસાન કોંગ્રેસ

0
98

જામનગર
તા : 23
ગુજરાત રાજ્યના ખેડૂતોના પાક ધિરાણના ગત વર્ષના વ્યાજ માફીની જાહેરાત સરકારે કરી હોવા છતાં બેન્કો દ્વારા વ્યાજ વસૂલવામાં આવતા ગુજરાત પ્રદેશ કીશાન કોંગ્રેસે આવા 488 ખેડૂતો જેમણે વ્યાજ ભર્યું હોય તે પુરાવા સાથે આવેદન સ્વરૂપે કલેકટરને રજૂઆત કરી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વાયદાને જૂઠાણું ગણાવ્યું હતું.
લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે અતિવૃષ્ટિ અને ખરી પાક ધોવાઈ ગયો હોય અને લોકડાઉનના કારણે રવિપાક ઘરમાં જ વેચાયા વગરનો પડ્યો હોય ત્યારે સરકારે પાક ધિરાણ લોનનું વ્યાજ માફ કરવાની જાહેરાત કરી હતી. જેમાં ફક્ત મુદ્દલ જ ભરવાનું થતું હતું તેમ કહ્યું હતું, પરંતુ ખેડૂતો જ્યારે બેંકમાં નવાજૂની કરવા ગયા ત્યારે તેમની પાસેથી વ્યાજ વસૂલવામાં આવ્યું. રાજ્યભરના 488 ખેડૂતો જેમણે બેંકમાં વ્યાજ ભર્યું તે પુરાવા સાથે ગુજરાત પ્રદેશ કિસાનસંઘ દ્વારા કલેકટર મારફતે સરકારને આવેદન આપી ખેડૂતોના ખાતામાં તાત્કાલિક વ્યાજની રકમ જમા કરવા માંગણી કરી છે.