મોડાસા યુવતી મોત મામલે મોટા સમાચાર,પીડિતાના ગુનેગારોએ કર્યું આખરે સરેન્ડર

0
208

અરવલ્લી ,તા:12 અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા (અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાના જધન્ય કૃત્યમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની શનિવારે મોડીરાતે પોલીસે ધરપકડ કરી છે. જયારે હજુ એક આરોપીની શોધખોળ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા( અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતિનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકી ત્રણની અરવલ્લી જિલ્લા પોલીસે ધરપકડ કરી હોવાની માહિતી જિલ્લા પોલીસવડા એસ.એસ.ગઢવીએ આપી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગરનો સમાવેશ થાય છે. જયારે આ કેસનો વધુ એક આરોપી હજુ વોન્ટેડ છે જેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ મોડાસા રૂરલ પોલીસે અપહરણમાં વપરાયેલી કારને જપ્ત કરી છે. હાલ પોલીસે આ કારને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

અરવલ્લીના મોડાસાના સાયરાની સીમમાંથી મળી આવેલી યુવતીના શંકાસ્પદ મોત મામલે ચાર આરોપીઓ સામે અપહરણ સામુહિક બળાત્કાર અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ પીડિતાના ત્રણ આરોપીઓએ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે.

મોડાસાની પીડિતાના ત્રણ આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમાર મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયા છે. જ્યારે એક આરોપી સતિષ હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ત્રણેય આરોપીઓની અપહરણ, ગેંગરેપ અને હત્યામાં ધરપકડ કરી છે.

મહત્વનું છે કે આ અગાઉ યુવતીના અપહરણમાં વપરાયેલી કાર કબ્જે કરાઇ હતી. ફરિયાદીએ આપેલ CCTVના આધારે કાર્યવાહી કરાઇ હતી. ગ્રામ્ય પોલીસે કાર કબ્જે લીધી હતી.