મોદીએ કર્યું ટ્વીટ:- FB, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ છોડવાનું વિચારી રહ્યો છું

0
25

નવી દિલ્હી,તા:03 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કરીને ભારે ચર્ચા જગાવી છે. તેમણે 2 માર્ચના મોડી સાંજે એક ટ્વીટ કરીને સોશિયલ મીડિયા છોડવાની વાત કરી છે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું- આ રવિવારે વિચારી રહ્યો હતો કે મારા ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા અકાઉન્ટ છોડી દઉં. તમને તેના વિશે માહિતી આપીશ. આ ટ્વિટ કર્યાના 30 મિનિટમાં તેના પર 30 હજાર લાઇક, 16 હજાર રિપ્લાય આવ્યા હતા તેમજ 10 હજાર વખત તેને રિટ્વિટ કરવામાં આવ્યું હતું. આ ટ્વિટ બાદ યુઝર્સે પણ સવાલોનો મારો ચલાવ્યો હતો. ટ્વિટર પર નરેન્દ્ર મોદી ના 5 કરોડથી વધારે ફોલોઅર્સ છે. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ 52 લાખ અને ફેસબુક પર 4 કરોડ 45 લાખ ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેમની ચેનલને ચાલીસ લાખથી વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી છે.

આ મામલે અમુક જાણકારોનું માનવું છે કે જ્યારે વડાપ્રધાને આવી મોટી જાહેરાત કરી છે તો તેઓ કંઇક નવું શરૂ કરી શકે છે જે સોશિયલ મીડિયા કરતા પણ શક્તિશાળી હોઇ શકે. તેઓ કોઇ નવું કેમ્પેન પણ શરૂ કરી શકે છે. બીજેપી આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે આ મામલે હજુ રાહ જોવી જોઇએ. આ મામલે આગામી રવિવાર સુધી વડાપ્રધાન કોઇ જાહેરાત કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમને ટ્વિટર પર ફોલો કરે છે તેવા અમરેલીના ડોક્ટર ભરત કાનાબારે અપીલ કરી છે કેવડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા છોડવું ન જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે યાગાનુયોગ ડોક્ટર ભરત કાનાબારે આજે જ સોશિ યલ મીડિયાના દૂરુપયોગ અંગે પોસ્ટ કરી હતી તથા તાજેતરમાં દિલ્હીમાં થયેલા તોફાનોમાં સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

2014 લોકસભા ચૂંટણી: આ ચૂંટણી પહેલા 2009માં એકમાત્ર ભારતીય નેતા હતા જેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતા. 2014ની લોકસભા ચૂંટણી આવતા આવતા લગભગ કોઇ એવો પ્રમુખ નેતા હશે જે ટ્વિટર અથવા ફેસબુક પર એક્ટિવ ન હોય. 2014ની લોકસભા ચૂંટણી સમયે મોદીના ફેસબુક પેજના 1.4 કરોડ ફોલોઅર્સ હતા. આ સમયે વિશ્વમમાં માત્ર બરાક ઓબામાજ એવા નેતા હતા જેમના મોદીથી વધુ ફોલોઅર્સ હતા. આ ચૂંટણીમાં મોદીની જીતમાં ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેનનું પણ મોટું યોગદાન માનવામાં આવ્યું હતું.