મોદી સરકાર 1 જુલાઇથી ઘટાડી શકે છે વ્યાજદર, જાણો કોને થશે અસર

0
278

મોદી સરકાર ટૂંક સમયમાં જ મૂડી ખર્ચમાં ઘટાડો કરશે અને લોનની ફાળવણી માટે એક મોટુ પગલું ભરશે. તે નાની બચત પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લઇ શકે છે. એક અહેવાલ પ્રમાણે મોદી સરકાર અર્થતંત્ર મજબૂત કરવા માટેની દિશામાં જલ્દીથી આ પગલું લઈ શકે છે. અહેવાલ મુજબ જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળા માટે લઘુ બચત યોજનાઓ પર વ્યાજ ઓછું થઈ શકે છે. જો સરકાર આ નિર્ણય લેતી હોય તો તેનાથી વ્યાજ દરમાં ઘટાડો થશે, તે ઉપરાંત, ખર્ચની માત્રામાં વધારો થશે અને ધિરાણ ખર્ચમાં ઘટાડો થશે અને લોનની ગતિવિધિ પણ વધશે.

ઉલ્લેખનિય છે કે મોદી સકકાર જુલાઇથી સ્પટેમ્બર મહિનાના ત્રિ-માસીક માટે PPF, NSC અને સુકન્યા યોજનાનાં વ્યાજદરમાં 0.30 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. સૂત્રો મુજબ, આ અંગે સરકાર તરફથી ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે. સૂત્રોનું માનીયે તો, વ્યાજ દર બોન્ડ્સનાં રિટર્ન્સ પર આધારિત હોય છે. બોન્ડ્સમાં હાલમાં રિટર્ન ઓછુ મળી રહ્યું છે જેને કારણે PPF, NSC અને સુકન્યા યોજનાનાં વ્યાજદરમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

તાજેતરમાં તમામ યોજનાનાં વ્યાજ દરની વાત કરીએ તો, PPFમાં 8 ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.5 ટકા, વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં 8.7 ટકા, રાષ્ટ્રિય બચત યોજના (NSC)માં 8 ટકા અને કિસાન વિકાસ પત્ર (KVP)માં 7.7 ટકા વ્યાજ દર છે.

તેમજ બેંકોનું કહેવું છે કે, સ્મોલ સેવિંગ યોજનામાં છેલ્લા ઘણાં સમયથી કોઇ જ દર ઓછા થયા નથી. તેથી તેમનાં પર પણ દર ઘટાડવાનું દબાણ છે. જોકે દેવાની રકમમાં કોઇ ઘટાડો થશે નહીં. સ્મોલ સેવિંગ પર દર ત્રણ માસનાં વ્યાજ દર નક્કી થાય છે. જે સરકાર પર આધારિત હોય છે. તે જ્યારે આમાં બદલાવ ઇચ્છે ત્યારે કરી શકે છે. આપને જણાવી દઇએ કે, જરૂરી નથી કે સરકાર દર ત્રણ મહિને આ દરમાં ફેરફાર કરે.