મોરબીના હળવદમાં એલસીબીએ ૩૦ પેટી દારૂ જપ્ત કર્યો

0
233

મોરબી,તા:07
મોરબીના હળવદમાં એલસીબી પોલીસ દ્વારા અંગ્રેજી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. હળવદના મિયાણી ગામની સીમમાં બાવળની ઝાડીઓમાંથી દારૂ મળી આવ્યો હતો.એલસીબી દ્વારા 30 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.પકડાયેલી 360 બોટલોની કિંમત 1 લાખની આસપાસની હોવાનું અનુમાન છે.એલસીબીની રેડમાં આરોપી ફરાર થઈ ગયો હતો.એલસીબી દ્વારા મુદ્દામાલ ઝડપી હળવદ પોલીસને હવાલે કર્યો હતો.