મોસમની પહેલી હેલીમાં મોટાદડવાનો ચેકડેમ ઓવરફ્લો

0
168

ગોંડલ
તા : 10
વરસાદ વરસે ત્યારે તો ભીંજવે જ, સાથોસાથ વરસાદથી તરબતર ખેતરો, નદી, નાળાં, ચેકડેમ કે ડેમની તસવીરો પણ દિલને ભરપુર ભીંજવે. છલકાવી દે તેવું ભીંજવે. માત્ર બે જ દિવસની પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં ગોંડલ પંથક વરસાદથી ધનાધન ભીંજાયો છે, અને મોટાદડવાના મોક્ષધામ ખાતે આવેલો ચેકડેમ ઓવરફ્લો થઇ ગયો હતો અને વહેતા પાણી નજીકમાં આવેલા ઇશ્વરિયા ડેમમાં જઇ પહોંચ્યા હતા, અને ડેમમાં પણ વિશાળ જળરાશિ વહેવા લાગી હતી. ચેકડેમમાં ગોઠણસમા પાણી વહેતાં થતાં લોકો નહાવા અને જોવાની મોજ માણવા ઉમટી પડ્યા હતા.