મોહાલીની એક બેંકમાંથી બંદૂકની અણી પર લાખોની લૂંટ

0
142

મોહાલી
તા : 18
પંજાબના મોહાલીમાં એક બેંકમાંથી ધોળા દિવસે બંદૂકની અણી પર લાખો રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે. હથિયારોથી સજ્જ બે ચોર મોઢા પર માસ્ક લગાવીને બુધવારે ફેઝ-3માં સ્થિતિ બેંકની શાખા ઘુસી આવ્યા હતા. ચોરો બેંકમાંથી 4 લાખ 80 હજાર રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

લૂંટની ઘટના પંજાબ નેશનલ બેંકન શાખામાં બની છે. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. બેંકે તમામ તમામ મહિલા સ્ટાફ છે. ઘટનાના સમયે કોઈ સુરક્ષા ગાર્ડો પણ નહતો. લગભગ 1.40 વાગ્યે બે સંદિગ્ધ આરામથી બેંકમાં ઘુસી ગયા હતા. ચોરો માત્ર બે મિનિટની અંદર જ ચોરી કરીને કેશની સાથે બહાર નિકળતા જોવા મળી છે.

એસપી સિટી હરવિંદર સિંહ વિર્કે જણાવ્યું હતું કે, એક ચોરે બહાર નિકળતા સમયે તેનો માસ્ક હટાવ્યો હતો જેનાથી તેનો ચહેરો દેખાઈ રહ્યો છે. સિટી 1ના ડીએસપી ગુરશેર સિંહે જણાવ્યું હતું કે, બંને ચોર કારમાં સવાર થઈને આવ્યા હતા. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. છેલ્લા 6 મહિનામાં મોહાલીમાં પંજાબ નેશનલ બેંકમાં લૂંટની આ ત્રીજી ઘટના છે.