યસ બેન્કે નહીં નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને કરી બરબાદ: રાહુલ ગાંધી

0
11

નવી દિલ્હી
યસ બેન્કના સંકટને લઈને તેના ગ્રાહકો ખુબ જ ચિંતા માં છે. હાલ YES બેન્ક ના ATM ની બહાર નોટબંધી 2.0 જેવી હાલત છે. યસ બેન્કના સંકટને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટર પર લખ્યું કે આ યસ બેન્ક નહીં નરેન્દ્ર મોદી અને તેમના આઇડિયા દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. યસ બેન્કના સંકટને કારણે કરોડો ગ્રાહકોની જમા રાશિ પર સંકટ આવી ગયુ છે. કેમકે ગ્રાહકો હવે ફક્ત મહિનામાં 50 હજાર ઉપાડી શકશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવાર તેના ટ્વિટમાં યસ બેન્ક પર સંકટને લઈને કટાક્ષ કર્યો છે. #નોબેન્ક કહ્યું છે.

રાહુલ ગાંધી આ પહેલા પણ અર્થવ્યવસ્થાના મામલે મોદી સરકાર પર નિશાન સાધી ચુક્યા છે અને યસ બેન્કના મામલે ફરી એકવાર સરકાર પર આકરા પાણીએ છે. યસ બેન્ક પર આવેલ આર્થિક સંકટના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિર્દેશ જાહેર કર્યો છે. આ નિર્દેશ અનુસાર યસ બેન્કના ગ્રાહકો હવે તેના ખાતામાંથી એક મહિનામાં ફક્ત 50 હજાર રૂપિયાની રકમ જ ઉપાડી શકશે. આ નિર્ણય પછી યસ બેન્કના ગ્રાહકોમાં હલચલ વધી ગઈ છે. એટીએમ કે બ્રાન્ચમાં પૈસા કાઢવા માટે લાંબી લાઈનો લાગી ગઈ છે.
ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ યસ બેંક પર 50 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા સખત રીતે લગાવી દીધી છે. આરબીઆઈનો આ આદેશ આગામી એક મહિના માટે છે. આને કારણે દેશભરમાં યસ બેંકના ગ્રાહકોમાં ભય ફેલાયો છે અને ગુરુવારે રાત્રે ઘણા શહેરોમાં યસ બેંકના એટીએમ પર ગ્રાહકોની કતારો જોવા મળી હતી. પ્રશાંત કુમાર એસબીઆઈના ભૂતપૂર્વ સીએફઓ યસ બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમાયા છે. આરબીઆઈએ બેંકની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરી છે.