યુએસનો પ્રતિબંધ છતાં પરમાણુ કાર્યક્રમ ચાલુ જ રહેશે : ઈરાન

0
16

તહેરાન
તા : 30
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ઈરાનના પરમાણુ પ્રોજેક્ટના બે અધિકારીઓ ઉપર પ્રતિબંધ મૂક્યો તે પછી ઈરાને ફરી વખત યુરેનિયમનો જથ્થો વધારવાનો સંકેત આપ્યો હતો. ઈરાનના પરમાણુ વિભાગે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકાના પ્રતિબંધ છતાં ઈરાન તેમનો પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખશે. યુરેનિયમનો નિયત જથ્થો ઈરાન માટે કરાર પ્રમાણે ૩.૬૭ ટકા હતો. ઈરાને અમેરિકા સાથેના ઘર્ષણ પછી એ જથ્થો ૪.૦૫ થયો હોવાનો પણ દાવો કર્યો હતો.

ઈરાને કહ્યું હતું કે વિજ્ઞાાનિકો પર પ્રતિબંધ મૂકવાનું અમેરિકાનું વલણ દુશ્મની બતાવી રહ્યું છે. અમેરિકાના આ વર્તનથી ઈરાન તેમના પરમાણુ ઉર્જાના કાર્યક્રમની કોશિશ વધારી દેશે. અમેરિકાના પ્રતિબંધોથી ઈરાનને પરમાણુ કાર્યક્રમ વધારે મજબૂત રીતે ચલાવવાનું બળ મળશે.

ઈરાનના પરમાણુ વિભાગના કહેવા પ્રમાણે ઈરાનના પરમાણુ ઉર્જા પ્રોગ્રામના બે અધિકારીઓ ઉપર પ્રતિબંધ મૂકવો તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. પરમાણુ ઉર્જાના કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપર કોઈ જ પુરાવા વગર પ્રતિબંધ મૂકી શકાય નહીં. અગાઉ માઈક પોમ્પિઓએ બે ઈરાની અધિકારી પર પ્રતિબંધ મૂકીને કહ્યું હતું કે આ બંને અધિકારીઓએ ઈરાનમાં યુરેનિયમનો જથ્થો વધારી આપ્યો હતો. ઈરાનના નિયત જથ્થા કરતા વધુ જથ્થો વધારવા બદલ અધિકારી સામે કાર્યવાહી કરવી જરૂરી છે.