યુએસમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 ક્લાકમાં 1 હજારથી વધુનાં મોત

0
120

ન્યૂયોર્ક
તા : 20
અમેરિકામાં કોરોનાથી મૃત્યુઆંક 40 હજારને પાર થયો છે. તો 24 કલાકમાં વધુ 1 હજાર 997 લોકોના મોત થયા.. અમેરિકામાં અત્યાર સુધીમાં 7.64 લાખથી વધુ કેસ નોંધાયા છે. અમેરિકામાં સતત વધી રહેલા કેસ બાદ કેટલાક શહેરમાં લોકડાઉનની સ્થિતિ છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર કોરોના વાયરસ ફેલાવવાનું ષડ્યંત્ર રહ્યુ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ટ્રમ્પે ચીનને ધમકી આપતા જણાવ્યુ હતુ કે, ચીન વાયરસ માટે જવાબદાર સાબિત થશે તો તેના પરિણામ ચીને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અમેરિકામાં ન્યૂયોર્ક કોરોનાનું હોટસ્પોટ બન્યુ છે. જોકે, કેટલાક દિવસોથી અહીં કોરોના કાબુમાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

દુનિયામાં કોરોનાના કેસ 24 લાખથી વધારે નોંધાયા. જ્યારે કે 1.65 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી સૌથી વધારે મોત થયા છે. અમેરિકા બાદ ઈટાલી કોરોનાથી પ્રભાવિત છે. ઈટાલીમાં આશરે 23 હજાર જેટલા લોકોના મોત થયા છે. જ્યારે સ્પેનમાં કોરોનાથી 20 હજારથી વધારે લોકોના મોત થયા છે. રવિવારે 24 કલાકમાં 410 લોકોના મોત થયા છે. તો બીજી તરફ જર્મનીમાં પણ કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જોકે, રવિવારે કોરોનાના 299 કેસ નોંધવામાં આવ્યા. જાપાનમાં કોરોનાના દર્દીની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે. જેથી જાપાનમાં સરકારે કટોકટી પણ જાહેર કરી છે. તો ફ્રાન્સમાં કોરોનાનો ચેપ નેવીના જવાન સુધી પહોંચ્યો છે. ચાર્લ્સ ડે ગોલ પર સવાર 1 હજાર 760 જવાન પૈકી 1 હજાર 46 જવાનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેથી તમાન જવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.