રંગોની યોગ્ય પસંદગી કરવાથી થાય છે અઢળક ફાયદો

0
363

વ્યક્તિના જીવનમાં રંગોનું ખુબ જ મહત્વ હોય છે, દિવસની શરૂઆતથી જ કેવા રંગના કપડાં પહેરવા તેમાં ડિઝાઇન તથા રંગો હોય. તે રંગનું આપણા ભાગ્ય સાથે જોડાણ હોય છે. તો આવો ફેંગશુઇ દ્વારા જાણીએ ક્યા રંગ આપણા ભાગ્ય પર કેવી અસર કરે છે, તથા તે રંગની પટ્ટી કે ડિઝાઇન વિશે પણ માહિતી મેળવીએ.

પટ્ટી કે ડિઝાઇનમાં રંગો

પટ્ટીઓ લાલ અને મરૂન રંગના દરેક શેડ્સમાં ભાગ્યશાળી હોય છે.

મેટાલિક રંગો અથવા સફેદ રંગની પટ્ટીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

બ્રેકગ્રાઉન્ડ વાદળી તથા કાળું હોય તો, પટ્ટીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

ઘાટા રંગ પર લીલા રંગની પટ્ટીઓનો અર્થ છે, અતિરિક્ત કાષ્ઠ તત્ત્વ. માટે તે અશુભ માનવામાં આવે છે.

કાળા રંગ પર લીલા રંગની અથવા વાદળી રંગની પટ્ટીઓ શુભ હોય છે.

લાલ પર લીલા રંગની પટ્ટીઓનો અર્થ છે, સફળતા.

લહેરાતી રેખાઓમાં વાદળી અને લીલા રંગનું યોગ્ય સંતુલન હોવું જોઈએ.

સફેદ બેકગ્રાઉન્ડમાં વાદળી તથા લીલા રંગની લાઈનો ઉત્તમ હોય છે.

લહેરાતી રેખાઓ લંબગોળ આકારમાં ખૂબ જ સારી લાગે છે.

મેટાલિક રંગ, ગોલ્ડન, સ્લિવર તથા સફેદ રંગ ટપકાં માટે ઉત્તમ છે.

છીંકણી તથા સિલેટીયા બેકગ્રાઉન્ડ પર ટપકાં શુભ હોય છે.

જો બેકગ્રાઉન્ડ લીલું અથવા ભૂરું  હોય તો, આ લાઈનો અત્યંત શુભ છે.

ચેક્સ તથા સ્કવેર, લાલ અને પીળા રંગમાં સારા લાગે છે.

વાદળી અને કાળા બેકગ્રાઉન્ડ પર ખૂબ જ શુભ છે.

લીલા અને વાદળી રંગના ચેક્સ અને સ્કવેયર વર્જીત છે.

સૌભાગ્ય માટે રંગ

કાળો

ફેંગ શુઈમાં કાળો રંગ પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્યાન રાખો કે ઓફિસની અંદરની છત તથા બહારની છતને કાળા રંગથી ના રંગશો, આ ખરાબ ફેંગ શુઈ છે. આનાથી સુખદ પરિણામો નથી મળતા અને વ્યવસાયમાં હાની થાય છે.

સફેદ

ઓફિસની દિવાલો સફેદ રંગની કરાવવી જોઈએ. યાંગ રંગ હોવા ઉપરાંત આ રંગ સમૃદ્ધિનો પ્રતિક છે. વિશુદ્ધ, ચમકીલો સફેદ રંગ એ યાંગ છે અને ફેંગ શુઈમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે.

લાલ

આ રંગ દક્ષિણ દિશાનો છે. જો ઓફિસની દક્ષિણ દિવાલમાં લાલ શેડનો રંગ હોય તો, ત્યાં કામ કરવાવાળાનું નસીબ ચમકી શકે છે. દક્ષિણ દિશાની દિવાલમાં લાલ રંગનો કોઈપણ શેડ એ, શુભ ઉર્જાનો સ્ત્રોત છે.

લીલો

દક્ષિણ-પૂર્વ દિશામાં લીલા રંગની હાજરીથી ધનનું આગમન થાય છે. તેનો ઉપયોગ પૂર્વ દિશામાં પણ કરી શકાય છે. ઘાટો લીલો રંગ ઉત્કર્ષ, વિકાસ તથા ઉંચાઈનો પ્રતિક છે. આ રંગ વડે પૂર્વ દિશા તથા દક્ષિણ-પૂર્વ ખૂણાને ઉર્જાવાન બનાવવા જોઈએ.

વાદળી

આ રંગ પાણીનો છે. આ રંગનો સારો પ્રભાવ મેળવવા માટે, તેનો ઉપયોગ ઓફિસની પૂર્વ દિશા, દક્ષિણ-પૂર્વ ખૂણા અને ઉત્તર દિશામાં કરવો જોઈએ.