રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ તરીકે શ્રી યુ. ટી. દેસાઇની નિમણુંક

0
120

રાજકોટ,તા:13 ગુજરાત હાઇકોર્ટે અગાઉ રાજકોટ ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની કરેલી બદલીના હુકમમાં ફેરફાર કરાયો છે. જેમાં અગાઉ હિંમતનગરથી શ્રી એચ.ડી. સુથારની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી હતી, તેમાં ફેરફાર કરીને હાઇકોર્ટ દ્વારા હવે મહેસાણાથી યુ. ટી. દેસાઈની રાજકોટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ થી પી. જી. ગોકાણીની અગાઉ હિંમતનગર ખાતે બદલી થઈ હતી તેમાં પણ ફેરફાર કરીને હાઈ કોર્ટ દ્વારા શ્રી પી.જી ગોકાણી ને મહેસાણા ખાતે બદલવામાં આવ્યા છે