રાજકોટમાં કોરોનાથી 7 દર્દીના થયા મોત

0
41

રાજકોટ,તા:26 રાજકોટમાં કોરોના કાળ સમાન બની રહ્યો છે. ગઈકાલ શનિવાર રાતથી આજે રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 7 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. ચાર દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને ત્રણ દર્દીના ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. ગઈકાલે છ દર્દીના મોત નીપજ્યા હતા. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં આજે રવિવારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સુલતાનપુર તેમજ વેકરીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.હંસાબેન પાનસુરિયા (ઉં.વ.70 રહે.વેકરી) અને જયંતીભાઈ વિઠ્ઠલભાઇ (ઉં.વ.61 રહે.સુલતાનપુર)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હેલ્થ ટીમ દ્વારા વિસ્તારમાં સર્વે તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.