રાજકોટમાં તહેવારો પહેલાં બૂટલેગરો પર પોલીસના દરોડા

0
112

રાજકોટ
તા : 09
જે રીતે તહેવારો ની મોસમ ચાલી રહી છે અને તેમાં પણ ખાસ કરીને સાતમ-આઠમના તહેવાર ની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે રંગીલા રાજકોટમાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ બુટલેગરોના પ્લાન પોલીસે નાકામ કરી દીધા છે. રાજકોટ પોલીસ હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ હાઇવે પર સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે અને શંકાસ્પદ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં પણ પેટ્રોલીંગ વધારે કરવામાં આવી રહ્યું છે.

શહેરના ભક્તિનગર વિસ્તારમાં શ્રીનગર મેઈન રોડ પર શેરી નમ્બર 2 માં ઉભેલી એક કારમાં દારૂનો મોટો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી અને જેના આધારે પોલીસે ત્યાં પહોંચી દરોડો પાડતા વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર જપ્ત કરી હતી.

પોલીસે અમદાવાદ પાસિંગની સેન્ટ્રો કાર અને વિદેશી દારૂનો બોટલ સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો બીજા દરોડામાં માલવીયાનગર પોલીસે શહેરના ડીમાર્ટ મોલ પાસે આવેલા ઓવરબ્રિજ નીચે પડેલી ઇનોવા કાર માં વિદેશી દારૂ હોવાની માહિતી ને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં ઇનોવા કાર તેમજ વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પોલીસે 5 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.