રાજકોટમાં દુષ્કર્મના આરોપીને આઇસોલેશન માં ખસેડાયો…..

0
157

રાજકોટ,તા:26 લોકડાઉનનો આજે 26 માર્ચે લોકડાઉનનો ચોથો દિવસ છે. રાજકોટમાં દુષ્કર્મના કેસમાં આરોપીની 22 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીમાં કોરોના વાઇરસના લક્ષણો દેખાતા તેને સિવિલ હોસ્પિટલ આઇસોલેશન હેઠળ ખસેડાયો હતો. આથી તેના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે.

નેપાળની યાત્રા કરીને આવેલા લોકોને પ્રવેશ ન મળ્યો

રાજકોટમાં નેપાળ સુધીની યાત્રાએ ગયેલા યાત્રિકો બુધવારે રાજકોટ પરત ફરતા હતા ત્યારે તેમને કુવાડવા નજીક અટકાવવામાં આવ્યા હતા. પોલીસે છ યાત્રિક બસને થંભાવી દઇ 300 લોકોનું તબીબી પરીક્ષણ કરાવી તમામને હોમ ક્વોરોન્ટાઇન કર્યા હતા.