રાજપીપળામાં એક અઠવાડિયામાં 100 પોઝિટિવ કેસ નોંધાયા

0
41

રાજપીપળા
તા : 22
નર્મદા જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રોજ એક સાથે 19થી 20 જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 100થી વધુ કેસ નોંધાયા છે, ત્યારે રાજપીપળાના સૌથી વધુ અસર ધરાવતા કાછીયાવાડમાં એક અઠવાડિયામાં 30થી વધુ કેસો નોંધાયા છે. જેથી નગરપાલિકાએ કાછીયાવાડ વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને સીલ કરી દેવાયો છે. અને લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસો આવતા જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા વિસ્તાર, વડીયા ગામ અને લાછરસ ગામ તથા ગરૂડેશ્વર તાલુકાના જેતપુર(વઘરાલી) ગામમાં કોરોવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે. વ્યાસે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. આ તમામ ઝોન 21 જુલાઇથી 3 ઓગસ્ટ સુધી બંધ રાખીને કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.

ગરૂડેશ્વર તાલુકાના જેતપોર(વઘરાલી) ગામ, નાંદોદ તાલુકાના લાછરસ ગામના પટેલ ફળીયા વિસ્તાર, દેસાઈ ફળીયા વિસ્તાર, વડીયા ગામના સદગુરૂ વિલા વિસ્તારના ઘરનં-16થી 21 ઘર જેમાં 19 નથી, તેમજ રાજપીપલા નગરપાલિકા વિસ્તારના આદિત્ય-2 બંગ્લોઝના ઘર નં-15 અને 16ને જેમાં ઘરો, રાજેન્દ્રનગર વિસ્તારના દુર્ગા મંદિર વાળો વિસ્તાર, આશાપુરા મંદિર પાસેનો વિસ્તાર, મોટા માછીવાડ વિસ્તારના, કાછીયાવાડના વિવિધ ફળીયા અને રાજનગર સોસાયટી હાઉસિંગ બોર્ડના ઘર નં-42થી 50 સુધીના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમો સર્વે કરશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ, તમામ લોકોએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને કન્ટેઈનમેન્ટ ઝોન છોડીને કોઈએ બહાર જવાનું નથી કે, બહારના વ્યક્તિને અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં.