રાજસ્થાનનાં ભીલવાડામાં કોરોનાના 4 કેસ મળી આવતા હડકંપ

0
80

ભીલવાડા
તા : 21
કોરોનાથી મુકત થવા મામલે રાજસ્થાનનું ભીલવાડા સમાચારોમાં ચમકયુ હતું હવે આ ભીલવાડામાં ફરી કોરોનાનાં ચાર કેસ મળી આવતા હડકંપ મચી ગયો છે. ભીલવાડામાં એક જ દિવસમાં ચાર કેસ સાથે કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. જેને લઈને જીલ્લા પ્રસાશન અને ચીકીત્સા વિભાગમાં હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે કેટલાંક દિવસો કહેર મચાવ્યા બાદ ભીલવાડામાં કોરોનાનાં કેસ બહાર આવવા બંધ થઈ ગયા હતા જેના કારણે ભીલવાડા સુર્ખિયોમાં આવ્યું હતુ.

હવે એક દિવસમાં કોરોનાના ચાર નવા કેસ આવતા ભીલવાડામાં સંક્રમિત કેસોની સંખ્યા 32 થઈ છે. જેમાંથી 26 લોકો તો સ્વસ્થ થઈ ગયા છે.જયારે બે લોકોના મોત થયા છે સરકારી સુત્રોએ જણાવ્યુ હતું કે ભીલવાડાના જવાહર નગર ઝુંપડપટ્ટીમાંથી પતિ-પત્નિ માલવા આરતી વ્યાસ કોલોનીમાં બાંગડ હોસ્પીટલ સામે તેમજ દિલ્હીથી પાછી ફરેલ મહિલા સંક્રમિત મળી આવી હતી.