રાજ્યમાં ભારે વરસાદના કારણે રાજ્યભરના જળાશયોમાં ક્યા કેટલી પાણીની આવક થઇ, જાણો વિગતે

0
182

રાજ્યમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ હવામાન વિભાગે 5 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જો રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. 8 ઓગસ્ટ-2019 સવારે 8.00 કલાકની સ્થિતિએ સરેરાશ 63.38 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યના 36 જળાશયોની વાત કરીએ તો તેમાં 50 ટકા સુધી પાણીની આવક થઇ છે, જ્યારે 10 જળાશયો છલકાયા છે. રાજ્યના 204 જળાશયોમાં 43.04 ટકા પાણીનો જથ્થો આવ્યો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 16.46 ટકા પાણી, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 53.56 ટકા પાણી, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.73 ટકા પાણીનો આવક થઇ છે.

જ્યારે કચ્છના 20 જળાશયોમાં 18.54 ટકા પાણીનો જથ્થો આવ્યો છે. સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 20.34 ટકા પાણીની આવક થઇ છે. સરદાર સરોવરમાં 64662 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના 69.42 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જ્યારે ઉકાઈમાં 63300, દમણગંગામાં 23237 ક્યુસેક પાણીની આવક છે.

સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 69.42 ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 90.52 ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 16.45 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 53.56 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.73 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.54 ટકા છે.