રાજ્યસભા ચૂંટણીનો જંગ બન્યો રસપ્રદ, વધુ બે કોંગી ધારાસભ્યોના રાજીનામાં

0
88

ગાંધીનગર,તા:05

  • રાજ્યસભા ચૂંટણીનો જંગ બન્યો રસપ્રદ
  • વધુ બે કોંગી ધારાસભ્યોના રાજીનામાં
  • બીજા બે કે ત્રણ ક્રોસવોટિંગ કરે એવીા શક્યતા
  • રાજ્યસભાની ચૂંટણીમાં ધમણ વેન્ટિલેટરની એન્ટ્રી

રાજ્યસભાની ચૂંટણીના 15 દિવસ પહેલાં કોંગ્રેસના બે ધારાસભ્યો, કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામાં ધરી દીધાં છે. હજુ કોંગ્રેસના વધુ બેથી ત્રણ ધારાસભ્યો રાજીનામાં આપે અને બીજા બે કે ત્રણ ક્રોસવોટિંગ કરે એવી_ શક્યતા છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે બુધવારે મોડી સાંજે બન્ને ધારાસભ્યો આવ્યા ત્યારે તેમના માસ્ક ઉતરાવી ઓળખ કરાવી હતી. કોંગ્રેસના વધુ 5થી સાત ધારાસભ્યો પણ ભાજપના રડારમાં હોવાની અટકળો છે. આ બદા વચ્ચે રસપ્રદ વાત એ છે કે ચૂંટણીના રાજકારણમાં ધમણ વેન્ટિલેટરે એન્ટ્રી કરી છે.

પરેશ ધાનાણીએ કહ્યું- ધમણ વેન્ટિલેટરમાંથી કરેલી કમાણીથી ધારાસભ્યો ખરીદાયાં છે. આ આખોય મામલો કે કૈલાશનાથ નના ઇશારે પાર પડ્યો છે. તો સામે પક્ષે જવાબ આપતા નીતિન પટેલે જણાવ્યું કે, ધમણ વેન્ટિલેટર સરકારને સાવ નિ:શુલ્ક અપાયાં છે અને આવાં આક્ષેપ પાયાવિહોણા છે. કોંગ્રેસ ધારાસભ્યોને સાચવતી નથી તે સહુ જાણે છે.