રાફેલ ની ક્ષમતાઓની આસપાસ પણ નથી ચીનના જે-20

0
86

નવી દિલ્હી
તા : 29
ફ્રાન્સ તરફથી રાફેલ યુદ્ધ વિમાનની આજે પહેલી શિપમેન્ટ આવી રહી છે. બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ 5 રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર પહોંચશે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રાફેલના ભારતીય વાયુસેનામાં સામેલ થવાને ગેમ ચેન્જર ગણવામાં આવી રહયું છે. જોકે, ચીનની વાયુશક્તિને ઓછું ન આંકી શકાય. ત્યારે સવાલ એ ઉઠે છે કે આખરે શું રાફેલ સામે ચીનના જે-20 ફાઈટર જેટ્સ ટકી શકશે?

ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ એરચીફ માર્શલ બી એસ ધનોઆના જણાવ્યા મુજબ, રાફેલ સાથે ચીની જે-20ની ટક્કર તું દૂરની વાત છેક તે રાફેલની ખૂબીઓ સામે એટલા વામણા છે કે બંનેની સરખામણી કરવી જ ખોટું છે. પૂર્વ એર ચીફએ જણાવ્યું હતું કે રફેક ફાઈટર જેટ્સ, ચીનના જે-20 વિમાનો કરતા વધુ આધુનિક છે.

પૂર્વ વાયુસેના પ્રમુખે રાફેલની લાક્ષણિકતાઓ ગણાવતા જણાવ્યું હતું કે આ ઇલેક્ટ્રોનિક વોરફેયર ટેક્નોલોજીની બાબતમાં દુનિયાનું સર્વશ્રેષ્ટ છે જેમાં Meteor મિસાઈલ લાગેલા છે, જે રડારથી ગાઈડ કરાય છે અને તે બિયોન્ડ વિજ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઈલ છે. ભારતના રાફેલમાં હવાથી જમીન પર હુમલો કરનાર અત્યંત ઘાતક હથિયાર SCALP છે પર્વતીય અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ચીન પાસે ઉપલબ્દ તમામ હથિયારો પર ભારે પડી શકે છે.