રાવણનો વધ થતા કુકડીયા ગામમાં શોકનો માહોલ, સ્થાનિકો લંકેશના વતનનું હોવાનું ગર્વ

0
7867

સાબરકાંઠા,તા :19  રામાયણ સીરિયલમાં લંકેશનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું રામાયણ સીરીયલમા મોત થયું છે ત્યારે સમગ્ર ભારતમાં આ દ્રશ્યને પગલે ખુશીનો માહોલ છે પરંતુ ગુજરાતના સાબરકાંઠાના ઇડર તાલુકાના કુકડીયા ગામમાં શોકનો માહોલ છે. અધર્મ ઉપર ધર્મનો વિજય થવા જતા શોકનું કારણ કંઇક અલગ છે.લંકેશનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું વતન સાબરકાંઠાના ઇડર તાલુકાનું કુકડીયા ગામ છે જ્યાં આજે શોકનો માહોલ છવાયો છે. સમગ્ર વિશ્વ સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ લંકેશના પાત્ર તરીકે અરવિંદ ત્રિવેદીને ખૂબ મોટી પ્રસિદ્ધિ મળી છે તેમજ લંકેશ તરીકે એની ખ્યાતિ પણ મળી ચૂકી છે ત્યારે રામાયણ સીરીયલ રામની સામે યુદ્ધ દરમિયાન રાવણનું મોત થયું હતું જેના પગલે વર્ષો પછી ફરી એકવાર અરવિંદ ત્રિવેદીના વતનમાં શોક વ્યાપ્યો છે. નાનકડા ગામની વૈશ્વિક ફલક ઉપર નામના મેળવી છે ત્યારે સ્થાનિકો લંકેશના વતનનું હોવાનું ગર્વ અનુભવે છે