રાષ્ટ્રીય રાજપુત કરણી સેના કોરોનાવાયરસ ના કહેરથી ત્રસ્ત થયેલા લોકો ને વતન પહોંચાડવામાં સૌથી કારગર સાબિત થઈ

0
77

તારીખ 22 માર્ચ 2020 સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ માથું ઊંચક્યું અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 22 માર્ચ 2020 અને રવિવાર ના રોજ એક દિવસ માટે સ્વયંભૂ ઘરે રહેવા માટે અને સોશિયલ વધારવાની વાત કરી પરંતુ લોકો દ્વારા 50% આ વાતનું પાલન ન કરવામાં આવ્યું અને કોરોના નો કહેર ભારત દેશને ભરતીના જાય એટલા માટે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ વધારે ૨૧ દિવસ માટે દેશને સંપૂર્ણ લોક ડાઉનલોડ કરવાની જાહેરાત કરતાં જ મોટા કદના બિલ્ડરો મોટા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટને અને કારખાના અને નાના-નાના ગ્રુપ ઉદ્યોગો એ પોતાને ત્યાં રહેલા પરપ્રાંતીય મજૂરોને જ્યાં રહેતા હતા કે જ્યાં કામ કરતા હતા ત્યાંથી બહાર મોકલી અને સાઇટો અને કારખાનાઓ બંધ કરી દીધા અને આ મજૂરોને પગાર આપવાના બદલે થોડા થોડા ભાડા પેટે ના પૈસા માલેતુજારો અને શેઠિયાઓ દ્વારા આપવામાં આવ્યા આ લોકો રોડ પર આવી ગયા એટલી મોટી સંખ્યામાં આ મજૂરો હતા કે જાય તો જાય ક્યાં સમગ્ર ટ્રાન્સપોર્ટ વ્યવહાર પણ સરકારે કોઈપણ આગોતરી વ્યવસ્થા કર્યા વગર બંધ કરી દીધો પોતાના બાળકોનું અને મહિલાઓના જીવને બચાવવા માટે આ મજૂરોએ તારીખ 23 માર્ચ 2020 ના રોજ ચાલીને જ પોતાના વતન પહોંચી જવા માટે રાજકોટ થી અમદાવાદ થી અને સુરતથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ જવા માટે નીકળી પડ્યા પરંતુ આ લોકો જ્યારે ૩૦ થી ૩૫ કિલોમીટર ચાલ્યા ત્યારે એમના ખિસ્સામાં ખૂબ જ ઓછા રૂપિયા હતા અને બે થી ત્રણ ટાઈમ જમ્યા પણ નહોતા માટે એમના પગ કામ કરવાનું બંધ કરી દીધું આવા સમયે રાજ્ય સરકારના મહત્વના હોદ્દા ઉપર રહેલા નેતાઓ એ ઘરમાં રહીને જ આ તમાશો જોયા કર્યો નેટવર્ક ન્યુઝ ચેનલ દ્વારા સતત આ ઐતિહાસિક હિજરત ને સમગ્ર વિશ્વને દેશ સામે લાવવાની કોશિશ કરી આવા સમય પર છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતમાં ખુબ જ જુસ્સાથી કામ કરતા રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અને એમ ના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા જ્યારે જાણ્યું કે આજે પરપ્રાંતીય લોકો છે એ આવી રીતે હેરાન થાય છે ત્યારે એમણે તરત જ હરકતમાં આવી અને અમદાવાદની ચારો તરફ રિંગરોડ પર અને ગાંધીનગર હિંમતનગર હાઈવે પર અને પાલનપુર હાઈવે પર જે મજૂરો ચાલીને જતા હતા એમને સલામત અંતર પર બેસવાની વ્યવસ્થા કરાવી આપી અને જે તે સ્થળ પર આ મજૂરો બેઠા હતા એ મામલતદારને કે કલેકટરને આ લોકોના દુઃખ જણાવવાની કોશિશ કરી અને આ મજૂરોને ફક્ત બે કલાક જેવા સમયમાં જ એક લાખ લોકો માટે પ્રથમ બિસ્કિટ અને ચણા ની વ્યવસ્થા કરી અને સાંજ ઢળતા ઢળતા રાષ્ટ્રીય રાજપુત કરણી સેના જાંબાઝ સૈનિક એવા રોનક સિંહ ગોહિલ અને રાહુલ સિંહ રાજપૂત દ્વારા લોકો માટે ખીચડી અને સુખડીની મસ્તી કરવામાં ઉપરાંત નાના બાળકો માટે અને ગર્ભવતી મહિલાઓ માટે દૂધ અને દવાઓની પણ વ્યવસ્થા કરી આપી અને સતત રાજ્ય સરકાર સાથે નેટવર્ક ન્યુઝ ચેનલ અને મંતવ્ય ન્યૂઝ તેમજ સંદેશ ન્યુઝ ના માધ્યમથી સરકારના બહેરા કાન સુધી આ અવાજ પહોંચાડ્યો અને આ સમાચાર મળતાની સાથે જ લોકો ખુબજ પોતાની કામગીરી વખણાતા ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પોતે કોરોના ની મહા મારી થી ડર્યા વગર આપણા રાજ્યના જાંબાઝ એવા ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાથે સ્થળ પર આવ્યા અને નેટવર્ક ન્યુઝ ગુજરાત ચેનલના માધ્યમથી એમણે આ મજૂરોની દશા વિશે વાત કરી અને ફક્ત દસ મિનિટ જેવા સમયમાં ગાંધીનગરથી બસની વ્યવસ્થા કરી આપી અને આમ જ મજૂરોને મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની બોર્ડર સુધી પહોંચાડવાનો પુણ્યનું કામ કર્યું પરંતુ કામ અહીં પૂર્ણ થતું હતું કારણ કે આ તો પાશેરામાં પહેલી પૂણી હતી બીજા દિવસે રાજકોટ થી તેમજ ભાવનગરથી હજારો મજૂરો મધ્યપ્રદેશ અને રાજસ્થાન જવામાટે નીકળી પડ્યા હતા એમની પાસે પહેરવાના કપડાં સિવાય કંઈ પણ હતું નહીં અને દરેક ધારાસભ્યોને મંત્રીશ્રીઓ ખુદ પણ કોરોના ના કહેરથી ડરી ગયા હતા આવા સંજોગોમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેના એ જાણે સેવાનો ભેખ પહેરી લીધો હોય એ રીતે રાજ સિંહ શેખાવત અને એમની ટીમ કોરોના થી ડર્યા વગર પોતાની જાન જોખમમાં મૂકીને પણ છેલ્લા પાંચ દિવસથી આ મજૂરો માટે જમવાનું બનાવે છે અને આ મજૂરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે હાલમાં રાજ્ય સરકાર તરફથી આ માટે હજી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી તેમજ આ ગરીબ મજૂરો માટે જમવાની કે રહેવાની વ્યવસ્થા કરેલ નથી આ સંજોગોમાં નેટવર્ક ન્યુઝ ચેનલ રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ખુબ ખુબ આભાર માને છે અને ગુજરાત પ્રત્યેનો તેમજ દેશની જનતા પ્રત્યે ના તેમના આ હોસલા ને સલામ કરે છે