રાહુલ ગાંધીની રધુરામ રાજન સાથે વાતચીત

0
94
  • કોરોના સંકટ વચ્ચે અર્થવ્યવસ્થા પર કરી વાતચીત
  • RBIના પૂર્વ ગવર્નર છે રઘુરામ રાજન
  • ટેસ્ટીંગની ક્ષમતા વધારવી જોઈએ: રાહુલ ગાંધી
  • લોકડાઉનની અસર પર કામ કરવાની જરૂર: રાહુલ ગાંધી
  • દક્ષિણના રાજ્યોએ સારા કામ કર્યા: રાહુલ ગાંધી
  • ભારત માટે દુનિયામાં તક છે: રઘુરામ રાજન
  • ગરીબોને 65 હજાર કરોડની મદદ કરવી જોઈએ: રઘુરામ રાજન

નવી દિલ્હી,તા:30 કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના મહામારી વિશે અલગ-અલગ ફિલ્ડના દેશ-વિદેશના એક્સપર્ટ્સ સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂપે તેમણે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે ચર્ચા કરી હતી. ચર્ચામાં રાજને કહ્યું હતું કે મહામારી દરમિયાન ગરીબો માટે અંદાજે 65 હજાર કરોડનો ખર્ચ થવાની શકયતા છે. તેમણે કહ્યું કે આ રકમ ભારતની GDPની સરખામણીએ કઈ જ નથી. ગરીબોને બચાવવા માટે ખર્ચ કરવો જોઈએ. ઈકોનોમી પર કોરોનાની અસર વિશે રાજને કહ્યું કે, ભારત આ મોકાનો ફાયદો ઉઠાવી શકે છે. ઈન્ડસ્ટ્રી અને સપ્લાય ચેનમાં ખાસ જગ્યા બનાવવાનો આ મોકો છે. રાજને કહ્યું કે, લોકડાઉન લાંબો સમય ચાલુ ન રાખી શકીએ. કોરોના વિશે રાહુલ ગાંધીની સીરિઝ વિશે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ બુધવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી. આ સીરિઝીના બીજા ભાગમાં સ્વીડનના વીરોલોજિસ્ટ સાથે કોરોના મહામારીને ટક્કર આપવા વિશે ચર્ચા કરવામાં આવશે. રાહુલ ગાંધીને ગ્લોબલ લીડર તરીકે રજૂ કરવા માટેની આ સ્ટ્રેટજી હોઈ શકે છે.