રોમાંચથી બહાર આવીને સંકટનો સામનો કરે મોદી સરકાર

0
95

નવીદિલ્હી
તા : 30
વરિષ્ઠ ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વી કરીને કેન્દ્ર સરકારને ત્રણ સ્તરના સંકટનો ઉકેલ લાવવાની સલાહ આપી છે. તેમણે ગુરુવારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, મોદી સરકારે રોમાંચથી બહાર આવીને ત્રણ સંકટનો સામનો કરવો જોઈએ. તેમણે જણાવ્યું છે કે, ત્રણે સ્તરો પર સંકટ છે જેનો ઉકેલ લાવવાની જરૂર છે.

પ્રથમ નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં સાંપ્રાદાયિક ઉશ્કેરણી પર હિંસક આંદોલન બાદ પેદા થયેલી સ્થિતિ. બીજું નાણા મંત્રાલયના નૌસિખિયાના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ. ત્રીજું કોરોના વાયરસ માહામારી. તેમણે વધુમાં જણાવ્યું કે, મોદી સરકારે એર ઈન્ડિયાને વેચવાના રોમાંચમાંથી બહાર આવીને આ ત્રણ મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.

દેશમાં ગયા વર્ષે સીએએ કાયદાને લઈને દેશભરમાં હિંસક પ્રદર્શન થયા હતા જેમાં અનેક લોકોના મોત થયા હતા. કોરોના વાયરસ મહામારીના દેશમાં પગપેસારા પહેલા સીએએ દેશમાં મહત્વપૂર્ણ મુદ્દો હતો. આ જીવલેણ બીમારીને કારણે 24 માર્ચથી લોકડાઉન લાગુ છે જેને કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.