લગ્નપ્રસંગ, સ્મશાનયાત્રા અને દફનવિધિ માટે સૌથી મોટી છૂટ

0
701

અમદાવાદ,તા:24 જેમ અત્યારે લોકડાઉનના સમયમાં સ્મશાનયાત્રા કે દફ્નવિધિમાં માત્ર ૨૦ માણસોને જ જોડાવાની પરમિશન છે, એવી જ રીતે લગ્નપ્રસંગ હોય તો પણ વર અને કન્યા પક્ષની વ્યક્તિઓ તથા વિધિ કરાવનાર સહિત વધુમાં વધુ ૨૦ માણસો માટે જ મુક્તિ અપાયેલી છે. ભારત સરકારે લોકડાઉનના સમયમાં જિલ્લા પ્રાંત અધિકારીઓને તેમના સબ ડિવિઝનના તાલુકાઓ માટે ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે ફ્રજો સોંપવા હુકમ કર્યો છે.લગ્નપ્રસંગોની મંજૂરી માટે જિલ્લા કક્ષા સુધી લાંબા ના થવું પડે તથા મંજૂરી અન્વયે યોગ્ય મોનેટરિંગ પણ થાય તે માટે સરકારની ગાઇડલાઇન મુજબ નિયમન કરવા માટે જિલ્લાના ઇન્સિડન્ટ કમાન્ડર તથા પ્રાંત અધિકારીઓને અધિકાર આપવામાં આવે છે.

ગુજરાત સરકારે, રાજ્યની નગરપાલિકા અને મહાનગર પાલિકા સિવાયના વિસ્તારોમાં આનેલ ૯૮ સબ- રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી આવતીકાલ તા.૨૪ એપ્રિલ, ૨૦૨૦થી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ૯૮ સબ- રજીસ્ટ્રાર કચેરીમાં માત્ર ઓન લાઈન એપોઈન્ટમેન્ટ મેળવીને તથા ઓનલાઈન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઈ શકાશે. હાલના તબક્કે દસ્તાવેજ નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી બંધ રહેશે.