લોકડાઉનન : એપ્રિલમાં ભારતની ક્રૂડ આયાત 12.4% ઘટી

0
11

નવી દિલ્હી
તા : 23
દેશની ક્રૂડ આયાત પણ કોરોના ચેપ અને લોકડાઉનને કારણે અટકેલી આર્થિક પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ છે. પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા મુજબ, એપ્રિલ 2020માં દેશમાં ક્રૂડ ઓઇલની આયાતમાં 12.4%નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન 17.28 મિલિયન ટન ક્રૂડની આયાત કરવામાં આવી છે. માહિતી અનુસાર જૂન 2019 પછી 10 મહિનામાં ક્રૂડની આયાતમાં આ સૌથી મોટો ઘટાડો છે.

એપ્રિલ 2020માં અન્ય તેલ ઉત્પાદનોની આયાતમાં 6.5%નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન અન્ય તેલ ઉત્પાદનોની 3.35 મિલિયન ટન આયાત કરવામાં આવી છે. વાર્ષિક ધોરણે, તેમાં 16 મહિનાનો મોટો ઘટાડો નોંધાયો છે. લોકડાઉનને કારણે મોટાભાગની આર્થિક પ્રવૃત્તિ અટકી હતી. આને કારણે, એપ્રિલમાં દેશમાં ઇંધણની માંગમાં 45% સુધીનો ઘટાડો થયો છે. જોકે, એપ્રિલ 2020માં રિફાઇન્ડ ઉત્પાદનોની નિકાસમાં પાછલા વર્ષ કરતા 37%નો વધારો થયો છે. આ વર્ષે ભારતમાંથી 6.04 મિલિયન ટન રિફાઇન્ડ પ્રોડક્ટની નિકાસ કરવામાં આવી છે. ડેટા મુજબ રિફાઈન્ડ પ્રોડક્ટ્સની નિકાસમાં ઓક્ટોબર 2016 પછીનો સૌથી વધુ વધારો નોંધાયો છે.